BREXIT NEWS : બ્રિટન અને યુરોપીય સંઘ વચ્ચે બ્રેક્ઝિટ કરાર પર સહમતિ સધાઈ
બંને પક્ષ આ કરારનાં કાયદાકીય પાસાઓ પર કામ કરી રહ્યા છે, પરંતુ તેના માટે હજુ પણ બ્રિટન અને યુરોપીય બંને દેશના સાંસદોનું સમર્થન લેવાનું રહેશે.
લંડનઃ બ્રસેલ્સમાં યુરોપીય નેતાઓની બેઠકથી પહેલા બ્રિટન અને યુરોપીય સંઘ વચ્ચે બ્રેક્ઝિટ કરાર પર સહમતિ સધાઈ ગઈ છે. બીબીસીના રિપોર્ટ અનુસાર બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસને ગુરૂવારે ટ્વીટ કરી કે, "અમે એક નવા મહાન સમાધાન પર પહોંચી ગયા છીએ, જ્યાંથી અમારું નિયંત્રણ પાછું ખેંચાશે."
બંને પક્ષ આ કરારનાં કાયદાકીય પાસાઓ પર કામ કરી રહ્યા છે, પરંતુ તેના માટે હજુ પણ બ્રિટન અને યુરોપીય બંને દેશના સાંસદોનું સમર્થન લેવાનું રહેશે. ડેમોક્રેટિક યુનિયનિસ્ટ પાર્ટીએ આ અંગે શંકા વ્યક્ત કરતા કહ્યું કે, તેઓ અત્યારે તેનું સમર્થન કરી શકે એમ નથી.
આ અંગે યુરોપીય આયોગના અધ્યક્ષ જીન-ક્લાઉડ જુનકરે જણાવ્યું કે, આ એકયોગ્ય અને સંતુલિત સમાધાન છે. જુનકર અને જોનસન બંનેએ પોતાના સંબંધિત સાંસદોને આ કરાર માટે સમર્થનની અપીલ પણ કરી છે.
જુઓ LIVE TV....