લંડનઃ બ્રિટન સરકારે એક નવી ફિલ્મ ધ લેડી ઓફ હેવનના પ્રદર્શન પર પ્રતિબંધ લગાવવાના અભિયાનનું સમર્થન કરવા પર એક ઇમામની સ્વતંત્ર સલાહકારના રૂપમાં નિમણૂંકને પરત ખેંચી લીધી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે ફિલ્મમાં પયગંબર મોહમ્મદની પુત્રીની કહાની છે. ઇમામ કારી આસિમ સરકારનાઇસ્લામોફોબિયા (ઇસ્લામ પ્રત્યે ધૃણા કે ડર) સલાહકાર હતા અને સરકારના મુસ્લિમ ધૃણા વિરોધી કાર્ય સમૂહના ઉપાધ્યક્ષ પણ હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઇમામને શનિવારે સાંજે સરકારી પત્રના માધ્યમથી સૂચના આપવામાં આવી કે ફિલ્મ 'ધ લેડી ઓફ હેવન'ના વિરોધ માટે તેમનું સમર્થન કલાત્મક અભિવ્યક્તિને પ્રતિબંધિત કરે છે તથા સાંપ્રદાયિક તણાવને વધારનારૂ છે. આ સપ્તાહની શરૂઆતમાં બ્રિટનના સિનેમાઘરોએ પોતાના કર્મચારીઓ અને ગ્રાહકોની સુરક્ષાને જોતા ફિલ્મનું સ્ક્રીનિંગ રદ્દ કરી દીધુ હતું. ફિલ્મની વેબસાઇટ અનુસાર આ પયગંબર મોહમ્મદની પુત્રી લેડી ફાતિમાની કહાની છે. 


લીડ્સ સ્થિત મક્કા મસ્જિદના પ્રમુખ ઇમામ, અસીમને મોકલેલા સરકારી પત્ર અનુસાર, 'સ્વતંત્ર અભિવ્યક્તિને સીમિત કરવા માટે અભિયાન માટે તમારા હાલના સમર્થને સાંપ્રદાયિક તણાવમાં વધારો કર્યો છે. તેનો અર્થ છે કે હવે તમારા માટે સામુદાયિક સદ્ભાવને પ્રોત્સાહન આપવા માટે તૈયાર કરવામાં આવેલી ભૂમિકાઓમાં સરકારની સાથે કામ જારી રાખવાનું યોગ્ય નથી.'


આ પણ વાંચોઃ ચીન અને રશિયા વચ્ચે વધી નિકટતા, બંને દેશો વચ્ચે પ્રથમ હાઇવે પૂલ શરૂ


વિરોધ કલાત્મક અભિવ્યક્તિની વિરુદ્ધઃ બ્રિટિશ સરકાર
સરકારી પત્રમાં કહેવામાં આવ્યું કે સિનેમાઘરોમાં ફિલ્મ લેડી ઓફ હેવનની સ્ક્રીનિંગ રોકવા માટે ચાલી રહેલાં અભિયાનું સમર્થન કરવા, જે કલાત્મક અભિવ્યક્તિને પ્રતિબંધિત કરવાનો સ્પષ્ટ પ્રયાસ છે. તમે જે અભિયાનનું સમર્થન કર્યું તેના કારણે રસ્તા પર વિરોધ પ્રદર્શન થયું છે. પત્રમાં ઇમામની ફેસબુક પોસ્ટનો હવાલો આપવામાં આવ્યો છે જે ફિલ્મની સ્ક્રીનિંગ રદ્દ કરવા પર ભાર આપવાના તેના વલણને ઉજાગર કરે છે. 


કુવૈતના યાસિર અલ-હબીબ દ્વારા લેખિત ફિલ્મ ત્રણ જૂને બ્રિટનમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મને મિસ્ત્ર, મોરક્કો અને પાકિસ્તાનમાં પ્રતિબંધિત કરી દેવામાં આવી છે, જ્યારે ઈરાનમાં મોલવીઓએ તેને જોનાર વિરુદ્ધ ફતવો જારી કર્યો છે. તો બ્રિટનમાં કેટલાક સિનેમાઘરોની બહાર વિરોધ પ્રદર્શન થયા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube