લંડનઃ આતંકી ઓસામા બિન લાદેનના પરિવારે પ્રિન્સ ચાર્લ્સના ચેરિટેબલ ટ્રસ્ટ 1 મિલિયન પાઉન્ડ એટલે કે આશરે 0.64 કરોડ રૂપિયા ડોનેટ કર્યા હતા. ધ સન્ડે ટાઇમ્સના રિપોર્ટ પ્રમાણે આ રકમ બિન લાદેનના બે સાવકા ભાઈઓએ આપી હતી. પ્રિન્સ ચાર્લ્સે બકર બિન લાદેન અને શફીક પાસેથી આ દાન સ્વીકાર કર્યું હતું. આ રિપોર્ટ બહાર આવ્યા બાદ પ્રિન્સ ચાર્લ્સ ચેરિટી ઓર્ગેનાઇઝેશન પર સવાલ ઉભા થઈ રહ્યાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિપોર્ટ પ્રમાણે પ્રિન્સ ચાર્લ્સે આ રકમ બકર પાસેથી લંડનના ક્લેરેન્સ હાઉસમાં લીધી હતી. તેમણે ખુદ બકર સાથે મુલાકાત કરી હતી. 2013માં પ્રિન્સ ચાર્લ્સે એક સૂટકેસમાં આ રકમ સ્વીકારી હતી. નોંધનીય છે કે તેના બે વર્ષ પહેલા ઓસામા બિન લાદેનને અમેરિકી સેનાએ ઢેર કરી દીધો હતો. ઓસામાએ અમેરિકાના ટ્વિન ટાવર પર હુમલો કરાવ્યો હતો, જેમાં 3 હજારથી વધુ લોકોના મોત થયા હતા. મૃત્યુ પામનારમાં 67 લોકો બ્રિટનના પણ હતા. 


આ પણ વાંચોઃ શું Tesla અને Twitter નો થવાનો છે વિલય? એલન મસ્કે આપ્યા સંકેત


પ્રિન્સ ચાર્લ્સના સલાહકારોએ તેમને આ રકમ ન લેવાની સલાહ પણ આપી હતી. પીડબ્લ્યૂસીએફના ચેરમેન સર લૈન ચેશાયરે કહ્યું કે બકર બિન લાદેનથી જે ફંડ લીધુ તે બધા ટ્રસ્ટીની જાણકારીમાં હતું. તેમણે કહ્યું કે ડોનેશન સ્વીકાર કરવાનો નિર્ણય ટ્રસ્ટિઓએ મળીનો લીધો હતો. આ પહેલા પણ પ્રિન્સ ચાર્લ્સના ટ્રસ્ટ પર ડોનેશન લેવા મુદ્દે સવાલ ઉઠી ચુક્યા છે. ફેબ્રુઆરીમાં પોલીસે સાઉદી અરબના કારોબારી મહફૂઝ મરેઈ મુબારક પાસેથી ધન લેવાના મામલાની તપાસ શરૂ કરી હતી. 


સાઉદીના કારોબારીએ કોઈપણ ખોટા કામથી ઇનકાર કર્યો છે. આ સિવાય કતરના વિવાદિત રાજનેતા પાસેથી પણ પૈસા લીધા હતા. જાણવા મળ્યું કે આ રકમ સૂટકેસમાં લેવામાં આવી હતી. કતરના પૂર્વ પ્રધાનમંત્રી એચબીજે પણ ચાર્લ્સને મોટી રકમ આપતા હતા. એક મીટિંગ દરમિયાન તેમણે બેગમાં ભરીને કથિત રીતે 1 મિલિયન યૂરો આપ્યા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube