લંડનઃ બ્રિટનના મંત્રીઓએ ભાર મુકીને કહ્યું છે કે, 31 ઓક્ટોબર સુધી તેઓ કોઈ પણ સંજોગોમાં યુરોપિય સંઘથી અલગ થઈ જશે. જોકે, બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને સંસદમાં નવા કરાર પર બહુમત મેળવવામાં નિષ્ફળ રહ્યા પછી યુરોપીય કાઉન્સિલના અધ્યક્ષ ડોનાલ્ડ ટસ્કને હસ્તાક્ષર વગરને ઓક પત્ર મોકલ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીબીસીના રિપોર્ટ અુસાર વરિષ્ટ મંત્રી માીકલ ગોવે સ્કાય ન્યૂઝને જણાવ્યું કે, સરકાર પાસે 31 ઓક્ટોબર સુધી યુરોપિય સંઘ છોડવા માટે સાધન અને ક્ષમતા છે. 


ગોવે જણાવ્યું કે, વડાપ્રધાનનો નિશ્ચય પાકો છે અને સરકારની 'દૃઢ નીતિ' સમય મર્યાદા અંતર્ગત તેને પુરી કરવાનો છે. અમે જાણીએ છીએ કે અમારે યુરોપિય સંઘ છોડવાનું છે, અમે જાણીએ છીએ કે અમારી પાસે ડીલ છે, જે અમને છોડવાની મંજુરી આપે છે. 


આ જ રીતે ગોવના સહયોગી વિદેશ મંત્રી ડોમિનિક રાવે બીબીસીને જણાવ્યું કે, બ્રસેલ્સની સાથે એક નવો બ્રેક્ઝિટ સોદો કરીને જોનસને શંકાસ્પદ લોકોને ખોટા સાબિત કર્યા છે અને તેમને વિસ્વાસ છે કે, બ્રિટન હેલોવીન સુધી ઈયુ છોડી દેશે. 


જુઓ LIVE TV...


દુનિયાના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...