લંડનઃ ભારતીય મૂળના ઋષિ સુનકનું બ્રિટનના પ્રધાનમંત્રી બનવાનું નક્કી થઈ ગયું છે. કંઝર્વેટિવ પાર્ટીના નેતા ઋુષિ સુનક લિઝ ટ્રસના સ્થાને બ્રિટનના નવા પ્રધાનમંત્રી બનશે. દિવાળીના અવસર પર સાંજે 6.30 કલાકે ઋષિ સુનકના નામની જાહેરાત કરવામાં આવી હતી. ઋષિ સુનક લિઝ ટ્રસનું સ્થાન લેશે, જે ફક્ત 45 દિવસ માટે પીએમ હતા. સુનક, બોરિસ જોન્સન અને પેની મોર્ડોન્ટ આગામી બ્રિટિશ પીએમની રેસમાં હતા. જોનસને પોતાની દાવેદારી પાછી ખેંચી લીધી હતી. સુનક હવે બ્રિટનના પ્રથમ એશિયન પ્રધાનમંત્રી બનશે. સુનક 28 ઓક્ટોબરે પ્રધાનમંત્રી પદે શપથ ગ્રહણ કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લિઝ ટ્રસના જવાની સાથે જ ભારતીય મૂળના ઋષિ સુનકે પીએમ પદ પર દાવો કર્યો હતો. બંનેએ કન્ઝર્વેટિવ પાર્ટીની અંદર થોડા મહિના પહેલા યોજાયેલી ચૂંટણીમાં પીએમ પદ માટે ઘણી મહેનત કરી હતી અને ઋષિ બીજા ક્રમે આવ્યા હતા. ઋષિ સુનક કન્ઝર્વેટિવ સાંસદોના પ્રિય છે અને નાણાકીય બાબતોની પણ સારી સમજ ધરાવે છે. હકીકતમાં તેઓ ભૂતકાળમાં નાણામંત્રી રહી ચૂક્યા છે. પીએમ પદ માટેની ચૂંટણીમાં તેમણે ટ્રસને ટક્કર આપી હતી. બ્રિટનમાં પીએમ પદ માટે તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં સામાન્ય માણસ પર મોંઘવારીનું દબાણ ઓછું કરવું એ એક મોટો એજન્ડા બની ગયો હતો. આવી સ્થિતિમાં લિઝ ટ્રસ લોભામણી વચનો આપીને પીએમ બન્યા હતા પરંતુ તેમનો એક્શન પ્લાન નિષ્ફળ ગયો હતો. હવે સુનક સામાન્ય જનતાને આ બધામાંથી કેવી રીતે છુટકારો અપાવવામાં મદદ કરશે, તે જોવાનું રહેશે.


આ પહેલા સુનકે ટ્વીટ કર્યું હતું- અમારી સામે ખુબ મોટા પડકાર છે. પરંતુ જો આપણે સારી રીતે પસંદ કરીએ તો અવસર અસાધારણ છે. મારો કામ કરવાનો ટ્રેક રેકોર્ડ રહ્યો છે, અમારી સામે જે મોટી સમસ્યાઓ છે, તેનો સામનો કરવા માટે સ્પષ્ટ યોજના છે અને હું 2019ના ઘોષણાપત્રમાં આપેલા વચનો પર કામ કરીશ.


કેમ લિઝ ટ્રસે છોડવું પડ્યું પદ?
માત્ર 45 દિવસ સુધી સત્તામાં રહેલા લિઝ સૌથી ઓછા સમય સુધી પીએમ પદે રહેનાર બ્રિટનના પીએમ બન્યા. ટ્રસ ટેક્સ ઘટાડાનું વચન આપી સપ્ટેમ્બરની શરૂઆતમાં પ્રધાનમંત્રી બન્યા હતા. પરંતુ જ્યારે 23 સપ્ટેમ્બરે તે મિની બજેટ લાવ્યા તો તેમાં કરવામાં આવેલી જોગવાઈઓથી નાણાકીય બજારમાં એવી હલચલ મચી કે ટ્રસે નાણામંત્રીને હટાવી દેવા પડ્યા હતા. ટ્રસે 6 સપ્ટેમ્બરે પીએમની ખુરશી સંભાળી હતી અને 23 સપ્ટેમ્બરે તેમના નાણામંત્રી મિની બજેટ લાવ્યા હતા, તેમાં 45 અબજના ટેક્સ ઘટાડાની વાત કહેવામાં આવી હતી. અમીરો માટે ટેક્સમાં 45 ચકા સુધી ઘટાડો કરવામાં આવ્યો પરંતુ ગરીબો માટે કંઈ નહોતું. તેનાથી આગામી સપ્તાહે નાણાકીય બજારમાં અસ્થિરતા આવી ગઈ હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube