ગજબ! 6 વર્ષથી પોતાનું મૂત્ર પીવે છે આ વ્યક્તિ, ઉંમર કરતા 10 વર્ષ નાનો દેખાવવાનો ચોંકાવનારો દાવો
દુનિયા ચિત્ર વિચિત્ર માણસોથી ભરેલી છે. આવો જ એક વ્યક્તિ ઈંગ્લેન્ડનો રહીશ છે જેણે એક એવો દાવો કર્યો છે કે જાણીને તમારું મગજ ચક્કર ખાઈ જશે.
નવી દિલ્હી: દુનિયા ચિત્ર વિચિત્ર માણસોથી ભરેલી છે. આવો જ એક વ્યક્તિ ઈંગ્લેન્ડનો રહીશ છે જેણે એક એવો દાવો કર્યો છે કે જાણીને તમારું મગજ ચક્કર ખાઈ જશે. હેમ્પશાયરમાં રહેતા 34 વર્ષના હેરી મેટાડીને એક ચોંકાવનારો દાવો કર્યો છે. એક એવી વસ્તુનું સેવન કરે છે જેના કારણે તે પોતાની ઉંમર કરતા 10 વર્ષ નાનો દેખાય છે. તેનો તો એવો પણ દાવો છે કે આ વસ્તુનું સેવન કરવાથી તણાવ પણ નથી અનુભવતો.
હવે તમને પણ એમ થતું હશે કે આ વ્યક્તિ એવું તે શું ખાય છે કે પીવે છે જેના કારણે તેને આ ફાયદા થતા હશે. તો તમને જણાવીએ કે ઈંગ્લેડના હેમ્પશાયરમાં રહેતો આ 34 વર્ષનો હેરી દાવો કરે છે કે તે રોજ પોતાનું જ મૂત્ર પીવે છે. તેનો દાવો છે કે આ વિચિત્ર અભ્યાસે તેના ડિપ્રેશનને પણ દૂર કરી દીધુ છે અને તેની ઉંમર પણ 10 વર્ષ ઓછી દેખાય છે.
અખબાર ડેઈલી મેઈલના અહેવાલ મુજબ આ વ્યક્તિ છેલ્લા 6 વર્ષથી રોજ પોતાનું જ મૂત્ર પીવે છે. તેનો દાવો છે કે યુરિન પીવાથી તેને ખુબ સારું મહેસૂસ થાય છે અને એન્ટી એજિંગ ગુણોના કારણે બોડી પણ મોઈશ્ચરાઈઝ થાય છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ ડેરી રોજ 200 એમએલ એજ્ડ યુરિન (થોડા અઠવાડિયા કે એક મહિના જૂનો પેશાબ હોઈ શકે) પીવે છે. શરૂઆતમાં તો તેને આ યુરિનનો ટેસ્ટ ખુબ જ ગંદો લાગ્યો. પરંતુ હવે તેને ગમે છે. હેરીનું તો માનવું છે કે હવે તે પહેલા કરતા વધુ સ્વસ્થ, સ્માર્ટ અને ખુશ મહેસૂસ કરી રહ્યો છે.
Captagon Pills: યુવા પેઢીને મોતના મુખમાં ધકેલતી નશાની ગોળી...જેને કહે છે 'ડ્રગ ઓફ ટેરરિસ્ટ'
બીચ પર જાઓ તો સાવધાન...સમુદ્ર કિનારે મળે છે આવી ઢીંગલીઓ, વૈજ્ઞાનિકો છે ચિંતાતૂર જાણો કેમ?
વિશ્વના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube