370 પર નિર્ણયની ટીકા કરનાર બ્રિટિશ સાંસદને ભારતમાં નો-એન્ટ્રી
ગૃહમંત્રાલયના એક પ્રવક્તાએ કહ્યું કે, બ્રિટિશ સાંસદને તે જાણકારી આપવામાં આવી કે તેમના વીઝા રદ્દ કરી દેવામાં આવ્યા છે છતાં તેઓ દિલ્હી પહોંચી ગયા હતા.
નવી દિલ્હીઃ કાશ્મીર મુદ્દા પર બ્રિટિશ સાંસદની સર્વદળીય ટીમની અધ્યક્ષતા કરી રહેલી બ્રિટનની સાસંદે દાવો કર્યો કે, કાયદેસર પાસપોર્ટ હોવા છતાં પણ દિલ્હી એરપોર્ટ પર ઉતર્યા બાદ તેમને એન્ટ્રી આપવામાં ન આવી અને દુબઈ ડિપોર્ટ કરી દેવામાં આવી જ્યાંથી તેઓ ઈન્દિરા ગાંધી એરપોર્ટ પહોંચ્યા હતા. કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના નિર્ણયની ટીકા કરનાર સાંસદ ડેબી અબ્રાહમ્સનો દાવો છે કે તેમના વીઝો ઓક્ટોબરમાં સમાપ્ત થવાના હતા. પરંતુ તેમને સોમવારે માહિતી મળી કે તેમના ઈ-વીઝા રદ્દ કરી દેવામાં આવ્યા છે. ડેબી ભારતમાં પોતાના સંબંધીઓને મળવા આવી રહી હતી. મહત્વનું છે કે ડેબી બ્રિટનના સાંસદોના તે સમૂહનો ભાગ હતી જેણે જમ્મૂ-કાશ્મીરમાંથી વિશેષ દરજ્જો હટાવ્યા બાદ સત્તાવાર પત્ર લખ્યો હતો.
જાણકારી સામે આવ્યા બાદ વિપક્ષે કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યાં છે. તિરૂવનંતપુરમથી કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે કહ્યું, 'જો કાશ્મીરમાં બધુ યોગ્ય છે તો શું સરકારની ટીકા કરનાર લોકોને તેની નજરથી ત્યાંની સ્થિતિ ન જોવા દેવી જોઈએ જેથી તેના ડર પર વિરામ લાગે?'
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube