`મુસ્લિમ છું, એટલે મંત્રી પદેથી હટાવવામાં આવી`, આ સાંસદે લગાવ્યો ગંભીર આરોપ
નુસરત ગની (British MP Nusrat Ghani) એ આરોપ લગાવ્યો છે કે મુસ્લિમ હોવાના કારણે તેમને મંત્રીપદેથી હટાવી દેવામાં આવ્યા.
લંડન: પાકિસ્તાની મૂળના બ્રિટિશ સાંસદ નુસરત ગની (British MP Nusrat Ghani) એ આરોપ લગાવ્યો છે કે મુસ્લિમ હોવાના કારણે તેમને મંત્રીપદેથી હટાવી દેવામાં આવ્યા. તેમનું કહેવું છે કે મુસલમાન હોવાના કારણે ફેબ્રુઆરી 2020માં કન્ઝર્વેટિવ પાર્ટી સરકારે તેમને મંત્રી પદેથી બરતરફ કરી નાખ્યા હતા. પરિવહન વિભાગમાં મંત્રી રહી ચૂકેલા નુસરત ગનીને ફેબ્રુઆરી 2020માં પ્રધાનમંત્રી બોરિસ જ્હોન્સનની સરકારે મંત્રીમંડળમાં ફેરબદલ દરમિયાન પદેથી હટાવ્યા હતા.
મુસ્લિમ મંત્રીથી અસહજ હતા સહયોગી
49 વર્ષના નુસરત ગનીએ ધ સંડેને કહ્યું કે મંત્રીમંડળમાં ફેરબદલ બાદ પાર્ટીના નેતાઓ સાથે બેઠકમાં મે પૂછ્યું કે મને હટાવવા પાછળ શું સોચ છે. ડાઉનિંગ સ્ટ્રીટ (પ્રધાનમંત્રી કાર્યાલ)માં આ બેઠક દરમિયાન કહેવામાં આવ્યું કે તેમના મુસલમાન હોવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો કારણ કે મુસ્લિમ મહિલા મંત્રીથી મંત્રીમંડળના સહયોગી અસહજ થઈ રહ્યા હતા. ગનીએ દાવો કર્યોકે મંત્રીમંડળમાં એ વાત અંગે ચિંતા વ્યક્ત કરાઈ કે હું પાર્ટી પ્રત્યે નિષ્ઠાવાન નથી. કારણ કે મે ઈસ્લામથી નફરત સંબધિત આરોપો વિરુદ્ધ પાર્ટીનો બચાવ કરવા માટે પૂરતા પગલાં ન ભર્યા.
ઉદ્ધવ ઠાકરેએ BJP પર સાધ્યું નિશાન, કહ્યું- 25 વર્ષ ગઠબંધનમાં વેડફી નાખ્યા
પાર્ટીએ આરોપો ફગાવ્યા
કન્ઝર્વેટિવ પાર્ટીના પ્રમુખ લીડર માર્ક સ્પેન્સરે ટ્વીટ કરીને કહ્યું કે ગનીના આરોપ બિલકુલ ખોટા છે. જ્યારે પ્રધાનમંત્રી બોરિસ જ્હોન્સને હજુ સુધી આ આરોપ પર કોઈ નિવેદન આપ્યું નથી. અત્રે જણાવવાનું કે બે દિવસ પહેલા જ પીએમ જ્હોન્સનની પાર્ટીના એક અન્ય સાંસદે પોતાને બ્લેકમેઈલ થતા હોવાનો આરોપ લગાવ્યો હતો. કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદ વિલિયમ વ્રેગે દાવો કર્યો હતો કે તેમને પીએમ જ્હોન્સનનો વિરોધ કરવા બદલ ધમકાવવામાં આવ્યા અને બ્લેકમેઈલ કરાઈ રહ્યા છે. જો કે ત્યારે પીએમ જ્હોન્સને આ આરોપ પાયાવિહોણા ગણાવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube