પીએમ બોરિસ જોનસને બ્રેક્ઝિટ સમજુતી પર કર્યાં હસ્તાક્ષર, બ્રિટનમાં નવો અધ્યાય શરૂ
બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને યૂરોપીય સંઘથી અલગ થવાની સમજુતી પર શુક્રવારે સહી કરી અને આ સાથે તેમણે દેશમાં એક નવા અધ્યાયની શરૂઆત કરી દીધી છે.
લંડનઃ બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને યૂરોપીય સંઘથી અલગ થવાની સમજુતી પર શુક્રવારે સહી કરી અને આ સાથે તેમણે દેશમાં એક નવા અધ્યાયની શરૂઆત કરી દીધી છે. આ સમજુતી પર હસ્તાક્ષર કરવાની સાથે બ્રિટને યૂરોપીય સંઘની દાયકાઓ જૂની પોતાના સભ્યપદને સમાપ્ત કરી દીધું છે. ઘણઆ વર્ષોના વિલંબ અને ઘરેલૂ વિરોધ બાદ પોતાના નજીકના પાડોસીઓ અને વ્યાપારિક ભાગીદારીનો સાથ છોડી દીધો છે.
હસ્તાક્ષર બાદ જોનસને જારી કરેલા પોતાના નિવેદનમાં કહ્યું, 'અલગ થવાની સમજુતી પર હસ્તાક્ષર કરવા ખુબ શાનદાર ક્ષણ છે જેથી આખરે 2016ના જનમત સંગ્રહનું પરિણામ સિદ્ધ થયું અને ઘણા વર્ષોની ચર્ચા તથા વિભાજનનો અંત થયો.' તેમણે આ અવસરની એક તસવીરની સાથે ટ્વીટ કર્યું, 'આ હસ્તાક્ષર આપણા દેશના ઈતિહાસમાં એક નવો અધ્યાય છે.'
યૂરોપીય સંઘના પ્રમુખે પણ કર્યાં હસ્તાક્ષર
આ પહેલા શુક્રવારે સવારે બંધ રૂમમાં યોજાયેલા એક સમારોહમાં યૂરોપીય સંઘના પ્રમુખ ઉર્સુલા વોન દેર લિયેન અને ચાર્લ્સ મિશેલે સમજુતી પર હસ્તાક્ષર કર્યાં. આગામી સપ્તાહે બુધવારે આ સમજુતીની કોપી સત્યતા માટે યૂરોપીય સંસદમાં મોકલવામાં આવશે અને ગુરૂવારે યૂરોપીય સંઘના સભ્ય દેશોના રાજદ્વારી લેખિતમાં સમજુતીને મંજૂરી આપશે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
જુઓ LIVE TV