લંડન: બ્રિટનના રાણી એલિઝાબેથ દ્વિતિય દુનિયાના કેટલાક શક્તિશાળી વ્યક્તિઓમાંથી એક છે. 95 વર્ષની ઉંમરે પણ તેઓ સોશિયલ મીડિયા પર સક્રિય રહે છે. પરંતુ સોશિયલ મીડિયા ઉપરાંત તેઓ પોતાના ફોનનો ઉપયોગ કોની સાથે વાત કરવા માટે કરે છે? શાહી પરિવારની જાણકારી ધરાવતા એક પત્રકારે જણાવ્યું કે રાણી મોટાભાગે પોતાના ફોનનો ઉપયોગ ફક્ત બે લોકો સાથે વાત કરવા માટે કરે છે અને તેમા તેમના એક પણ પુત્ર સામેલ નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક બ્રિટિશ પત્રકાર જોનાથન સેકરડોટી કે જેમણે શાહી પરિવાર સંબંધિત સમાચારોને મોટાપાયે કવર કર્યા છે, તેમણે 'રોયલ્ટી અસ' પોડકાસ્ટના એક હાલના એપિસોડ દરમિયાન આ ખુલાસો કર્યો. તેમણે જણાવ્યું કે રાણી એક સેમસંગ મોબાઈલ વાપરે છે જે એન્ટી હેકર એન્ક્રિપ્શન સાથે આવે છે. જેથી કરીને કોઈ પણ તેમના ફોનને હેક કરી શકે નહીં. રાણી મોટાભાગે ફોન પર ફક્ત બે વ્યક્તિ સાથે વાત કરે છે. 


પાકિસ્તાની મોડલે કરતારપુર સાહિબમાં કરી એવી હરકત, લોકો ભડકી ગયા


ફક્ત આ બે વ્યક્તિના ફોન ઉઠાવે છે
તમને પણ એમ થતું હશે કે આ બે ખુશનસીબ વ્યક્તિ કોણ હશે જેમના ફોન રાણી ઉઠાવે છે. સેકરડોટીએ જણાવ્યું કે તેઓ પોતાના મોબાઈલ ફોન પર ફક્ત પુત્રી રાજકુમારી એની અને પોતાના રેસિંગ મેનેજર જ્હોન વોરેનના કોલના જ જવાબ આપે છે. સ્પષ્ટ છે કે આ બંને લોકો ગમે ત્યારે રાણી સાથે વાત કરી શકે છે. રાણી દુનિયામાં ગમે ત્યાં હોય, જો આ બંનેમાંથી કોઈનો પણ ફોન આવે તો તે કોલનો તરત જવાબ આપે છે. 


Omicron ની પહેલી તસવીર સામે આવી, કોરોનાના નવા વેરિએન્ટમાં થાય છે વધુ પડતું મ્યુટેશન


રાણી અંગે અગાઉ પણ થયેલા છે ખુલાસા
રેસિંગ મેનેજર જ્હોન વોરેન રાણીના મિત્રના જમાઈ છે. વોરેન રાણીના બ્લડસ્ટોક અને રેસિંગ એડવાઈઝરના પ્રતિષ્ઠિત પદે છે. આ અગાઉ પણ રાણી અંગે અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. કહેવાય છે કે રાણી પાસે પાસપોર્ટ નથી કારણ કે તેઓ સમગ્ર દુનિયામાં ગમે ત્યાં મુસાફરી કરી શકે છે. આ ઉપરાંત તેમની પાસે ડ્રાઈવિંગ લાઈસન્સ પણ નથી કારણ કે બ્રિટનમાં ફક્ત ક્વિન એલિઝાબેથને જ ગાડી ચલાવવા માટે લાઈસન્સની જરૂર નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube