રિયો ડી જનેરિયો: બ્રાઝીલના રિયો ડી જનેરિયો શહેરમાં રાષ્ટ્રીય સંગ્રહાલયમાં ભીષણ આગ લાગી હતી. પરંતુ અધિકારીઓના જણાવ્યા અનુસાર આગ લાગવાના કરાણે કોઇ પણ જાનહાની મળી રહી નથી. આ સંગ્રહાલય બ્રાઝીલના સૌથી જુના સંગ્રહાલયમાંથી એક છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર આગ લાગવાનું કારણ હજી સુધી જાણાવા મળ્યું નથી. આ આગ આંતરરાષ્ટ્રીય સમય અનુસાર 22:30 વાગ્યે લાગી હતી. ટેલિવિઝન ફૂટેઝમાં ઇમારકમાં ભયંકર આગ લાગેલી દેખાઇ રહી છે. ફાયર ફાઇટરોના જવાનો આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.


સંગ્રહાલયની સ્થાપના 1818માં કિંગ જોઆઓ ષષ્ઠમ દ્વારા કરવામાં આવી હતી. આ બ્રાઝીલના સૌથી મહત્વપૂર્ણ સંગ્રહાલયમાં તેનો સમાવેશ થાય છે. આ સંગ્રહાલયમાં દેશની ધણી બધી મૂલ્યવાન વસ્તુઓ મુકવામાં આવી છે. રાષ્ટ્રપતિ માઇકલ ટેમરે કહ્યું કે, બ્રાઝીલ માટે આ એક દુખદ દિવસ છે. તેમણે વધુમાં કહ્યું કે, 200 વર્ષનું કામ, શોધ અને જ્ઞાન આ આગમાં સળગી ગયું છે. નેશનલ હિસ્ટ્રી મ્યૂઝિયમના નિર્દેશકે પણ ગ્લોબો ટીવીને કહ્યું કે આ એક સાંસ્કૃતિક અકસ્માત છે.