નવી દિલ્હી: ભારત સહિત દુનિયાભરના અનેક દેશોમાં રાજાશાહી ખતમ થઈ ગઈ છે. પરંતુ હજુ પણ એવા કેટલાક દેશો છે જ્યાં રાજાનું શાસન છે. બ્રુનેઈ(Brunei) પણ આવો જ એક દેશ છે. જ્યાં આજે પણ સુલ્તાનનું શાસન છે. જેમનું નામ હસનલ બોલકિયા(Hassanal Bolkiah) છે. અત્રે જણાવવાનું કે બ્રુનેઈ દેશ ઈન્ડોનેશિયા(Indonesia) પાસે આવેલો છે. (તસવીરો-સાભાર ફેસબુક)


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૌથી અમીર સુલ્તાનોમાં સામેલ છે હસનલ બોલકિયા
બ્રુનેઈના સુલ્તાન હસનલ બોલકિયા (Hassanal Bolkiah) ની ગણતરી દુનિયાના સૌથી અમીર સુલ્તાનોમાં થાય છે, જે વર્ષ 1980 સુધી દુનિયાના સૌથી અમીર વ્યક્તિ હતા. બિઝનેસ ઈનસાઈડરના એક રિપોર્ટ મુજબ હસનલ બોલકિયાની સંપત્તિ 14,700 કરોડ રૂપિયાથી પણ વધુ છે અને તેમની કમાણીનો સૌથી મોટો સ્ત્રોત તેલનો ભંડાર અને પ્રાકૃતિક ગેસ છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube