નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયા બાદ પાકિસ્તાન પર તો જાણે આભ ફાટી પડ્યું હોય તેવું કરી રહ્યું છે. પાકિસ્તાન સમગ્ર દુનિયા સામે કરગરી રહ્યું છે કે તેઓ ભારતને આ નિર્ણય પાછો ખેંચવા માટે કહે. પરંતુ દુનિયામાં ક્યાંય તેને સમર્થન મળી રહ્યું નથી. હવે પાકિસ્તાને યુરોપમાં પણ ફટકો પડ્યો છે. યુરોપની થિંક ટેંક વોકલ યુરોપ અને યુરોપિયન કમિશનના પૂર્વ ડાઈરેક્ટર બ્રાયન ટોલે કહ્યું કે આર્ટિકલ 370 હટાવવી એ ભારતનો આંતરિક મામલો છે અને તેનાથી જમ્મુ અને કાશ્મીરમાં આર્થિક સમૃદ્ધિ આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બ્રેસેલ્સ સ્થિત થિંક ટેંક વોકલ યુરોપના ચેરમેન એચ મોલોસે કહ્યું કે 'જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવી એ ભારતનો આંતરિક મામલો છે. પુલવામા આતંકી હુમલાનો ઉલ્લેખ કરતા તેમણે  કહ્યું કે ભારત આતંકના ઓછાયા હેઠળ રહ્યું છે, થોડા દિવસ પહેલા જ અહીં 40 સૈન્ય અધિકારીઓ માર્યા ગયા હતાં.' હેનરી મોલોસે કહ્યું કે 'કલમ 370 હટાવવી એક સારો નિર્ણય છે અને તેનાથી અહીં સુરક્ષા હાલાત સુધરશે. આ નિર્ણય બાદ કાશ્મીરમાં મોટી વારદાતો પર લગામ લાગશે.' એચ મોલોસે એવી આશા પણ વ્યક્ત કરી કે નવી વ્યવસ્થા લાગુ થયા બાદ ભારત અહીં જલદી ચૂંટણી આયોજશે.


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...