કિંશાસાઃ કાંગોના પૂર્વી શહેર બુટેમ્બોમાં મંગળવારે સંયુક્ત રાષ્ટ્ર વિરોધી પ્રદર્શનોમાં બે ભારતીય નાગરિકો સહિત સંયુક્ત રાષ્ટ્રના ત્રણ શાંતિ સૈનિકોના મોત થયા છે. બુટેમ્બો પોલીસ પ્રમુખ પોલ નગોમાએ જણાવ્યુ કે હિંસામાં સાત પ્રદર્શનકારી પણ માર્યા ગયા છે. સોમવારે દેશના તણાવગ્રસ્ત વિસ્તારમાં પ્રદર્શન શરૂ થયા હતા. પ્રદર્શનકારીઓનો આરોપ છે કે MONUSCO (સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સેના) હથિયારબંધ સમૂહો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં નિષ્ફળ થઈ રહી છે. 


ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે ભારતીય સૈનિકોના મૃત્યુ પર દુખ વ્યક્ત કર્યુ છે. તેમણે ટ્વીટ કરતા લખ્યું- ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કાંગોમાં બીએસએફના બે બહાદુર ભારતીય શાંતિ સૈનિકોના મૃત્યુ પર દુખ થયું. તે MONUSCO નો ભાગ હતા. આ હુમલાના ગુનેગારોની જવાબદારી નક્કી થવી જોઈએ અને તેને સજા મળવી જોઈએ. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube