બ્યુનર્સ આયર્સ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ચીનના વડાપ્રધાન શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર  પુતિને વિવિધ ક્ષેત્રોમાં આપસી સહયોગ પર વિચાર વિમર્શ માટે શુક્રવારે ત્રિપક્ષીય વાર્તા કરી. ત્રણ દેસો વચ્ચે લગભગ 12 વર્ષ પછી આ પ્રકારની બીજી ત્રિપક્ષીય વાર્તા છે. રશિયા, ભારત અને ચીનની બેઠક પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, તેમના જાપાની સમકક્ષ શિંજો આબે અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા અને પહેલી ત્રિપક્ષીય બેઠક યોજી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડાપ્રધાન કાર્યાલયે ટ્વિટ કરીને કહ્યું કે વિકાસમાં મહત્વપૂર્ણ ભાગીદારોની સાથે સંબંધ મજબુત થયા. રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન, રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્યુનસ આયર્સમાં આરઆઈસી (રશિયા, ભારત, ચીન) ત્રિપક્ષીય વાર્તામાં ભાગ લીધો. 


કૌભાંડીઓનો ઉલ્લેખ
બેઠકમાં કાળા નાણાના મુદ્દાને મુખ્ય રીતે રજુ કરતા પીએમ મોદીએ  કાળા નાણા વિરુદ્ધ તમામ દેશોને એકજૂથ થવા હાંકલ કરી. આ સાથે જ પીએમ મોદીએ ભાગેડુ અને આર્થિક કૌભાંડીઓનો પણ ઉલ્લેખ કર્યો. પીએમ મોદીએ પોતાના ભાષણમાં આતંકવાદનો મુદ્દો પણ ઉઠાવ્યો અને કહ્યું કે હાલ આતંકવાદના જોખમનો સામનો આખી દુનિયા કરી રહી છે. આ દરમિયાન પીએમ મોદીનો સીધો ઈશારો લિકર કિંગ વિજય માલ્યા અને નીરવ મોદી પર હતો. 



12 વર્ષ બાદ એક ભેગા થયા ત્રણેય દેશ
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશકુમારે ટ્વિટ કરીને કહ્યું કે 12 વર્ષના સમયગાળામાં બીજીવાર રશિયા-ભારત-ચીન(આરઆઈસી)ની ત્રિપક્ષીય બેઠક બ્યુનસ આયર્સમાં થઈ. સકારાત્મકતા અને ઉષ્માભરી આ બેઠકમાં નેતાઓએ વૈશ્વિક શાંતિ અને સ્થિરતામાં યોગદાન આપતા વિષયો પર સહયોગ અને તાલમેલ પર ચર્ચા કરી. 


ભારત, જાપાન, અમેરિકા વચ્ચે થઈ વાર્તા
તેના પહેલા દિવસમાં ભારત, જાપાન અને અમેરિકાએ પોતાની પહેલી ત્રિપક્ષીય બેઠકમાં વૈશ્વિક અને બહુપક્ષીય હિતોના મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરી. સામરિક રીતે મહત્વપૂર્ણ હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં ચીને પોતાનો દબદબો વધારવાની કોશિશો વચ્ચે થયેલી આ ચર્ચાને ખુબ જ મહત્વની ગણવામાં આવે છે. 



ત્રણ દેશો મળીને બનશે 'જય'
આ બેઠકમાં ભારતે દિન્દ-પ્રશાંત ક્ષેત્રને જોઈન્ટ આર્થિક વૃદ્ધિવાળો વિસ્તાર બનાવવાની પોતાની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો. મોદીએ ભાર મૂક્યો કે ભારત સયુંક્ત મુલ્યો પર સાથે કામ કરવાનું ચાલુ રાખશે. તેમણે કહ્યું કે જો તમે જાપાન, અમેરિકા અને ભારતના નામોના પહેલા અક્ષરને જોશો તો તે જેએઆઈ છે એટલે કે JAI(જય) અને તેનો અર્થ હિન્દીમાં સફળતા થાય છે.