કુંવારાઓને જલસા! અહીં બજારમાં મળે છે લગ્ન માટે છોકરીઓ, બટાકા-ટામેટાની જેમ લાગે છે ભાવ
અત્યાર સુધી બજારોમાં ખાવા-પીવાની અથવા તો ઉપયોગમાં આવતી ચીજવસ્તુઓને વેચાતી જોઈ હશે. તેના સિવાય પ્રાણીઓના પણ અલગથી બજાર ભરાય છે. પરંતુ જો અમે કહીએ કે દુલ્હનોનું પણ બજાર ભરાય છે, જ્યાં વહૂઓ વેચાય છે તો શું તમે વિશ્વાસ કરશો? જી હા... એક એવી જગ્યા છે જ્યાં આ બધું થાય છે.
Bride Market: ભારતીય સંસ્કૃતિમાં લગ્ન એક પવિત્ર રિવાજ છે. લગ્ન બાદ એક કપલ હંમેશાં હંમેશાં માટે એક બીજાના થઈ જાય છે. જ્યારે પણ કોઈના લગ્નનો સમય આવે છે તો તેનો સંબંધ શોધવામાં આંખે તારા આવી જાય છે. જોકે આજના સમયમાં લવ મેરેજ સામાન્ય થઈ ગયા છે. લવ મેરેજમાં યુવક-યુવતીના પરિવારોને સંબંધ શોધવાની મુશ્કેલી ઉઠાવવી પડતી નથી. જોકે, આજે અમે તમને એક દિલસ્પર્શ બજાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જ્યાં વહૂઓ બજારમાં બટાકા-ટમાટર અથવા તો અન્ય શાકભાજીની જેમ વેચાય છે.
સજીને આવે છે યુવતીઓ!
જો તમે વિચારી રહ્યા છો કે આવું પણ ક્યાંક થાય છે? તો તેનો જવાબ છે હા અને આ પ્રકારના બજાર ભારતમાં નહીં પરંતુ બુલ્ગારિયામાં લાગે છે. આ બજારમાં યુવતીઓ યુવકોને ખેંચવા માટે સારી રીતે તૈયાર થઈને આવે છે અને ઘરેણાં પણ પહેરે છે. તેના સિવાય યુવકોને આકર્ષવા માટે ઘણી બધું કરે છે. લોકો અહીં નાચે, દારૂ પીવે અને જમવાની સાથે અન્ય એક્ટિવિટીઝ માટે પણ ભેગા થાય છે. આ જગ્યાને જિપ્સી બ્રાઈડ માર્કેટના નામથી પણ ઓળખાય છે.
ખુશી મનાવે છે આખો પરિવાર
બની શકે કે તમે આ પરંપરાને ખરાબ નજરે જોઈ રહ્યા હોય પરંતુ જે સમાજના લોકો અહીં કામ કરે છે તેમના માટે આ બિલકુલ સામાન્ય વાત છે. આ અવસર પર બજારમાં આવનાર યુવતીઓના માતા-પિતા અને અન્ય પારિવારિક લોકો પણ ખુશી ખુશી અને સજીને પહોંચે છે અને તેમણે એ વાત પર ફખ હોય છે કે તેમની પુત્રી લગ્નના ઉંમર સુધી પહોંચી ગઈ અને હવે તે પોતાના સમાજની પરંપરાઓને સફળતાપૂર્વક પાલન કરવા જઈ રહી છે. આ સમુદાયના લોકો કોઈ અન્ય સમુદાયમાં વિવાહ વર્જિત માને છે કારણ કે તે કોઈ બીજા સમુદાયમાં લગ્ન કરશે તો તેમણે પોતાના સમુદાય ખતમ થવાનો ખતરો છે.
વર્જિનિટી પર લાગે છે મોટી કિંમત
આ સમુદાય લગભગ 12મી અને 14મી શતાબ્દીમાં બુલ્ગારિયા અને પૂર્વી યૂરોપના અન્ય રાજ્યોમાં ચાલ્યા ગયા. આ સમાજમાં યુવતીઓ અને મહિલાઓને કોઈ પણ પુરુષને મળવા કે ડેટ કરવાની અનુમતિ નથી. સમુદાયની યુવતીઓને માત્ર પોતાના પરિવારોના માધ્યમથી મેળામાં પુરુષો સાથે મળવાની અનુમતિ છે. બજારમાં યુવતીઓની વર્જિનિટીને ઉચ્ચ પ્રાથમિકતા આપવામાં આવે છે. તેના આધારે ભાવમાં મોટો ફેરફાર થઈ જાય છે, અન્યથા ગેર કુંવારી મહિલાઓને ઓછી કિંમતે વેચવામાં આવે છે. ડેલી મેલના મતે દુલ્હન બજાર વસંત અને ગર્મીઓની સિઝન દરમિયાન અલગ અલગ ધાર્મિક રજાઓ પર વર્ષમાં ચાર વાર આયોજિત કરવામા આવે છે.