નવી દિલ્હી : વિશ્વનાં ફેફસા ગણાતા એમેઝોનનાં જંગલોમાં ભયાનક આગ લાગી છે. છેલ્લા 16 દિવસથી ત્યાં આગ લાગેલી છે. વિશ્વનાં સૌથી મોટા રેન ફોરેસ્ટ અને બ્રાઝીલમાં લાગેલી આ આગના કારણે સ્થિતી સતત વણસી રહી છે. આ આગ એટલી ભયાનક છે કે આગના ધુમાડાના કારણથી બ્રાઝીલનું એક આખુ શહેર જ અંધારામાં ડુબી ગયા છે. આ આગના કારણે જંગલમાં રહેલા કેટલાક દુર્લભ જાનવરો પણ સળગીને રાખ થઇ ચુક્યા છે.


અજય કુમાર ભલ્લા દેશનાં નવા ગૃહ સચિવ, CACની લીલીઝંડી
આગની વિભત્સ તસ્વીરો સામે આવી રહી છે. જેમાં જંગલમાં રહેતા જનાવરોની લાશો હૃદય દ્રાવક તસ્વીરો જેમ જેમ સામે આવતી જાય છે તેમ તેમ તસ્વીરો વાઇરલ થઇ રહી છે. સેંકડો જાનવર આગના કારણે ગંભીર રીતે ઘાયલ થઇ ચુક્યા છે. આ તસ્વીરો જોઇને અંદાજો લગાવી શકાય છે કે આગ કેટલી ભયાનક છે.
ગાઝીયાબાદ: સીવરની સફાઇ માટે ઉતરેલા 5 કર્મચારીઓનાં શ્વાસ રુંધાતા મોત
આગામી 72 કલાકમાં વણસી શકે છે ઓરિસ્સાની સ્થિતી, તોફાની વરસાદની આગાહી
આ રેન ફોરેસ્ટમાં પહેલા પણ અનેકવાર આગ લાગી ચુકી છે, જો કે આ વખતે આ આગ ખુબ જ ભયાનક છે. આ વિશ્વના ફેફસા કહેવામાં આવે છે. મળતી માહિતી અનુસાર એમેઝોનના જંગલ સમગ્ર વિશ્વનાં હાલનાં ઓક્સિઝનનાં 20 ટકાને ઉત્સર્જીત કરે છે. એમેઝોનનાં જંગલોમાં 16 હજારથી વધારે વનસ્પતીની જાતીઓ અને 25 લાખથી વધારે કીડાની પ્રજાતીઓ જોવા મળે છે.
મુંબઈ: MNS નેતા રાજ ઠાકરેની ઈડી કરી રહી છે પૂછપરછ, કલમ 144 લાગુ, અનેક કાર્યકરોની અટકાયત 
સમગ્ર વિશ્વનાં લોકો આગની તસ્વીરો સોશિયલ મીડિયા પર આ તસ્વીરો અપલોડ કરીને દુખ વ્યક્ત કરી રહ્યા છે. ભારતમાં પણ ઘટનાની ગંભીરતા જોઇને અનેક બોલિવુડ સેલેબ્રિટીઝ દ્વારા અવાજ ઉઠાવાઇ રહ્યો છે, સાથે જ મીડિયા સાથે આ મુદ્દે ફોકસ કરવા માટેની ભલામણ કરી છે.સ્પેસ સ્ટેશનથી મળેલી તસ્વીરો અનુસાર ગત્ત વર્ષે જ એમેજોનનાં જંગલોમાં આગ લાગવાની ઘટનાઓમાં 83 ટકાનો વધારો થયો છે. આ વર્ષની શરૂઆતમાં અત્યાર સુધી એમેઝોનનાં જંગલોમાં 73 હજારથી વધારે વખત આગ લાકી છે.