સાવધાન ભારત : પાકિસ્તાન અને ચીન વચ્ચે શરૂ થઈ ગઈ બસ સેવા
પાકિસ્તાનના લાહોરથી ચીનના કાશગર સુધી આ બસ સર્વિસ શરૂ કરવામાં આવી છે
નવી દિલ્હી : પાકિસ્તાન અને ચીન ફરીવાર એકબીજાની નજીક આવી રહ્યા છે. ચીન દ્વારા પાકિસ્તાનને શક્ય એટલી વધારે મદદ કરી શકાય એ માટે બંને દેશો વચ્ચે બસ સેવા શરૂ કરવામાં આવી છે. પાકિસ્તાનના લાહોરથી ચીનના કાશગર સુધી આ બસ સર્વિસ શરૂ કરવામાં આવી છે. ભારતે આ મામલે અનેકવાર નારાજગી જાહેર કરી છે પણ આ નારાજગીની અવગણના કરીને પાકિસ્તાન અને ચીને આ બસ સેવા શરૂ કરી દીધી છે. આ બસ 5 નવેમ્બરની રાત્રે પહેલીવાર શરૂ થઈ છે.
60 અબજ ડોલરના ચીન અને પાકિસ્તાન વચ્ચેના મહત્વાંકાંક્ષી પ્રોજેક્ટ સીપીઇસી અંતર્ગત રોડ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે અને આ બસ સેવા શરૂ કરવામાં આવી છે. ભારતે આ પ્રોજેક્ટ મામલે ચીન અને ભારત સામે ભારે વિરોધ વ્યક્ત કર્યો હતો. જોકે ચીનના વિદેશ મંત્રાલયે આ બસ સેવાનો બચાવ કર્યો હતો અને કહ્યું હતું કે ઇસ્લામાબાદનો ક્ષેત્રીય વિવાદ સાથે કોઈ સંબંધ નથી.
આ બસથી લાહોરથી કાશગર પહોંચવામાં 36 કલાક લાગશે. લાહોરથી આ બસ સર્વિસ શનિવાર, રવિવાર, સોમવાર અને મંગળવાર ઓપરેટ થશે જ્યારે કાશગરની આ બસ સર્વિસ મંગળવાર, બુધવાર, ગુરુવાર અને શુક્રવારે ઓપરેટ થશે. આનું એક તરફનું ભાડું 13,000 રૂ. અને રિટર્ન ટિકિટ સાથેનું ભાડું 23,000 રૂ. થશે.