Trending Bus Accident Video: હિમવર્ષા દરમિયાન રસ્તાઓ પર બરફ જામી જાય છે. જેના કારણે આવતા-જતા વાહનોને તકલીફ પડે છે. ક્યારેક બરફના રસ્તાઓ પર વાહન ચલાવવું જોખમી બની શકે છે. વાહનચાલકો અવારનવાર  રસ્તાઓ પર વાહનો પરનો કાબૂ ગુમાવે છે. તાજેતરમાં, કેનેડામાં એક માર્ગ અકસ્માતનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક બસ અચાનક રસ્તા પર લપસી જાય છે અને કાર સાથે અથડાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1 ફેબ્રુઆરીની સવારે બનેલી ઘટનાના CCTV વાયરલ થઈ રહ્યાં છે. વેંકુવર સિટી ન્યૂઝ અનુસાર, આ ઘટનામાં કોઈને ઈજા નથી થઈ. આ ઘટના એક ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જેની ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ શેર થઈ. વીડિયોમાં એક જોરદાર ધડાકો પણ સાંભળી શકાય છે કારણ કે કાબુ બહારની બસ બરફ સ્લિપ થાય છે અને અન્ય કાર સાથે અથડાય છે.


જુઓ આ વીડિયો


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube