કેલિફોર્નિયાઃ હાલમાં અમેરિકાના કેલિફોર્નિયામાં એક ભારતીય મૂળના શીખ પરિવારના અપહરણની ઘટના સામે આવી હતી. જેને કારણે ભારે ઓહાપોહ થયો હતો. અમેરિકાથી આ સમાચારો ભારત સરકાર સુધી પણ પહોંચ્યાં હતાં. ગઈ કાલે અમેરિકાના કેલિફોર્નિયાથી મૂળ ભારતીય પરિવારનું અપહરણ કરાયું હતું. ત્યારે આજે ચારેય પરિવારના સભ્યોની લાશ મળી આવી છે. જેમાં આઠ મહિનાની બાળકીનો પણ સમાવેશ થાય છે. કોણે આ લોકોનું અપહરણ કર્યું હતું? આ પરિવારનું અપહરણ કઈ રીતે કરવામાં આવ્યું? અપહરણ કરનારાઓએ કેટલાં રૂપિયાની ખંડણી માંગી હતી? આખરે આ લોકોની મોત કઈ રીતે થઈ આવા અનેક સવાલોના જવાબ અત્યારે અમેરિકાની પોલીસ અને તપાસ એજન્સીઓ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.
 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ભારતીય મૂળના પરિવારના ચાર લોકોનું અમેરિકાના કેલિફોર્નિયામાં અપહરણ કરાયું હતું. જેમાં એક 8 મહિનાના બાળકનો પણ સમાવેશ થાય છે. આ પરિવાર મૂળ પંજાબના હોશિયારપુરનો રહેવાસી છે. તેમના સંબંધીનું કહેવું છે કે, તેમની ઓફિસથી 20થી 25 કિ.મી. દૂર કાર સળગેલી હાલતમાં મળી આવી છે. તેમના મોબાઇલ ફોન પણ મળી આવ્યા છે. જોકે, હજુ સુધી ખંડણી માટે કોઈ કોલ આવ્યો નથી. જોકે, આજે તેમની લાશો મળી આવી છે.