વોશિંગ્ટન : કોવિડ 19 (Covid 19) થી સ્વસ્થ થયેલા અનેક લોકો કોરોના વાયરસ (Corona Virus)ના અન્ય દર્દીઓને સ્વસ્થય કરવામાં મદદ માટે પોતાનાં રક્ત પ્લાઝમા (Plasma) દાન કરવાની રજુઆત કરી રહ્યા છે. જો કે આ અંગે કોઇ પ્રમાણિક પરિણામ આવ્યું નથી. વૈજ્ઞાનિકો હવે આ વાતની તપાસ કરી રહ્યા છે કે, હવે પ્લાઝ્મા દાનથી કોઇ વ્યક્તિમાં પહેલા જ સંક્રમણ અટકાવવાનું કામ થઇ શકે છે ?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આગરા 97 વર્ષના વૃદ્ધે બે કોરોનાનાં મોત, આ દવાની મદદથી જીત્યો જંગ

સમગ્ર વિશ્વમાં હજારો કોરોના વાયરસનાં રોગોની સારવાર સ્વસ્થ દર્દીનાં પ્લાઝમા દ્વારા કરવાનો દાવો કરવામાં આવ્યો છે. જેમાં અમેરિકામાં 20 હજારથી વધારે લોકોનો સમાવેશ થાય છે. જો કે આ અંગે હજી સુધી કોઇ પાક્કા પરિણામો મળ્યા નથી. ચીનમાં હાલમાં જ થયેલા અભ્યાસમાં આ અંગે કોઇ સ્પષ્ટ માહિતી મળી શકી નથી. ન્યૂયોર્કમાં થયેલા એક અન્ય અધ્યયનમાં લાભના સંકેત મળ્યાં. જોન્સ હોપકિન્સ યૂનિવર્સિટીનાં ડો શમુઅલ શોહમે કહ્યું કે, અમને આશાની કિરણ મળી છે. 


નક્શા પર વિવાદ વચ્ચે નેપાળ તરફથી ફાયરિંગ, 1નું મોત 3 લોકો ઘાયલ

પ્લાઝમા સારવાર મુદ્દે અનેક પ્રકારનાં અભ્યાસ ચાલી રહ્યા છે. બીજી તરફ શોહમે એક રાષ્ટ્રીય સ્તરનો અભ્યાસ ચાલુ કર્યો છે. જેમાં માહિતી મળી રહી છે કે શું વધારે જોખમ રહેવાનાં તત્કાલ બાદ સ્વસ્થ થયેલા લોકોનાં પ્લાઝમાની સામે વ્યક્તિમાં પહેલા જ બિમારીની આશંકા અટકાવી શકાય છે. 


નક્શા પર વિવાદ વચ્ચે નેપાળ તરફથી ફાયરિંગ, 1નું મોત 3 લોકો ઘાયલ

હોપકિન્સ 15 અન્ય સંસ્થાઓનાં સંશોધકો સ્વાસ્થય કર્મચારીઓ, બિમાર લોકોનાં જીવનસાથીઓ અને નર્સિંગ હોમના લોકોનાં અભ્યાસમાં સમાવેશ કરશે. આ અભ્યાસમાં 150 કાર્યકર્તાઓને કોઇ ક્રમ વગર જ કોવિડ 19થી સ્વસ્થય થયેલા લોકોનાં પ્લાઝમા અને સામાન્ય લોકોનાં પ્લાઝમાંનો સમાવેશ કરવામાં આવશે. ત્યાર બાદ વૈજ્ઞાનિક આ પહેલનો અભ્યાસ કરશે કે પ્લાઝમાં આપ્યા બાદ શું વ્યક્તિમાં પહેલા જ સંક્રમણની આશંકા સમાપ્ત થઇ શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube