ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના આરાપોને લઈને ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો ખટાશભર્યા બન્યા છે. આવામાં કેનેડાની કન્ઝર્વેટિવ પાર્ટીના પ્રમુખ અને વિરોધ પક્ષના નેતા પિયરે પોઈલિવ્રેએ કહ્યું કે આઠ વર્ષ સુધી સત્તામાં રહ્યા છતાં પીએમ જસ્ટિન ટ્રુડો ભારત સાથે સંબંધોની કિંમત સમજી શક્યા નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે કહ્યું કે જો તેઓ કેનેડાના પ્રધાનમંત્રી બનશે તો બંને દેશો વચ્ચેના સંબંધોને બહાલ કરશે. તેમણે એક ઈન્ટરવ્યું દરમિયાન કહ્યું કે આપણે ભારત સરકાર સાથે વ્યવસાયિક સંબંધ બનાવવાની જરૂર છે. ભારત દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર છે. બંને દેશો વચ્ચે અસહમતિ હોવી એ ઠીક છે પરંતુ બંને વચ્ચે વ્યવસાયિક સંબંધો હોવા જોઈએ. કેનેડાના પ્રધાનમંત્રી બનીશ તો ભારત સાથેના સંબંધોને બહાલ કરીશ. 


જ્યારે તેમને ભારતથી કેનેડાના 41 ડિપ્લોમેટ્સને પાછા બોલાવવા અંગે પૂછવામાં આવ્યું તો તેમણે ટ્રુડો પર આરોપ લગાવતા કહ્યું કે તેઓ અસક્ષમ અને બિનવ્યવસાયિક છે. આજના સમયમાં ભારત સહિત દુનિયાના અનેક મોટા દેશો સાથે કેનેડાના મતભેદ છે. કેનેડામાં હિન્દુ મંદિરોમાં તોડફોડના સમાચારો પર તેમણે કહ્યું કે મને લાગે છે કે હિન્દુ મંદિરો પર હુમલો કરનારા અને સંપત્તિઓમાં તોડફોડ કરનારા પર અપરાધિક કેસ ચલાવવા જોઈએ. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube