ભારત અને કેનેડા વચ્ચે ભલે કૂટનીતિક સ્તર પર તણાવ જોર પકડી રહ્યો હોય અને દુનિયાભરમાં તે ચર્ચાનું કેન્દ્ર બન્યું હોય. બંને દેશો વચ્ચે ચાલી રહેલા ટેન્શનની અસર બિઝનેસ સેક્ટર ઉપર પણ પડતી જોવા મળી રહી છે. એક બાજુ જ્યાં તમામ કેનેડિયન કંપનીઓના ભારતમાં કારોબાર છે, તો અનેક ભારતીય બિઝનેસમેન એવા પણ છે જેમના કેનેડામાં વેપાર ધંધા છે.  તેમની ગણતરી કેનેડાના સૌથી ધનિક લોકોમાં થાય છે. જેમાંથી કોઈ રિયલ એસ્ટેટ સેક્ટરમાં ટોપ પર છે, તો કોઈ હોટલ ચેઈનના માલિક છે. આવા જ 5 જેટલા ટોપ 5 ભારતીય મૂળના કેનેડિયન ઉદ્યોગપતિઓ વિશે જાણીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


બિલ મલ્હોત્રા
ફોર્બ્સના રિયલ ટાઈમ બિલેનિયર્સ ઈન્ડકેસ મુજબ કેનેડામાં પોતાનો કારોબાર કરતા રઈસ ભારતીય બિઝનેસમેનની યાદીમાં પહેલું નામ બિલ મલ્હોત્રાનું આવે છે. 74 વર્ષના બિલ મલ્હોત્રા રિયલ કેનેડિયન એસ્ટેટ સેક્ટરનું મોટું નામ છે. તેમની નેટવર્થ 1.9 અબજ ડોલર એટલે કે લગભગ 15793 કરોડ રૂપિયા છે. ભારતમાં જન્મેલા દિગ્ગજ બિઝનેસમેન વર્ષ 1971માં ભારત છોડીને કેનેડા પ્રયાણ કર્યું હતું. શરૂઆતમાં તેમણે ત્યાં એક એન્જિનિયરિંગ ફર્મથી કરિયર શરૂ કરી હતી. આજે કેનેડાના સૌથી અમીર ભારતીય મૂળના કારોબારીઓમાં સામેલ છે. 



પ્રેમ બાટ્સા
કેનેડામાં  ભારતીય મૂળના રઈસ બિઝનેસમેનની યાદીમાં બીજુ નામ વી પ્રેમ બાટ્સાનું આવે છે. ટોરેન્ટો બેસ્ડ ફાઈનાન્શિયલ સર્વિસ પ્રોવાઈડર ફર્મ ફેરફેક્સ ફાઈનાન્શિયલ હોલ્ડિંગ્સના માલિક બાટ્સા મૂળ ભારતીય છે અને અબજપતિ ઉદ્યોગપતિઓમાં તેમની ગણતરી થાય છે. ફોર્બ્સના જણાવ્યાં મુજબ તેમની નેટવર્થ 1ય3 અબજ ડોલર એટલે કે 10800 કરોડ રૂપિયા છે. યુનિવર્સિટી ઓફ વેસ્ટર્ન ઓન્ટેરિયોથી MBA ભણનારા પ્રેમ બાટ્સ તેમના આઈડિયલ દિગ્ગજ રોકાણકાર વોરેન બફેટને માને છે. 



અપૂર્વ મહેતા
ભારતીય મૂળના વધુ એક અબજપતિ ઉદ્યોગપતિ છે અપૂર્વ મહેતા. જે સાન  ફ્રાન્સિસ્કો બેસ્ડ ગ્રોસરી ડિલિવરી ફર્મ ઈન્સ્ટાકાર્ટના ફાઉન્ડર અને પૂર્વ સીઈઓ છે. હાલ અપૂર્વ કેનેડામાં રહે છે અને ત્યાં પોતાનો બિઝનેસ ચલાવે છે. ફોર્બ્સના જણાવ્યાં મુજબ ભારતમાં જન્મેલા અપૂર્વ મહેતા લીબિયામાં રહેતા હતા અને ત્યારબાદ તેઓ કેનેડા શિફ્ટ થઈ ગયા. તેમની નેટવર્થ એક અબજ ડોલર એટલે કે લગભગ 8313 કરોડ રૂપિયા છે અને તે  ભારતીય મૂળના અમીર કેનેડિયન ઉદ્યોગપતિઓમાં ગણાય છે. 



સ્ટીવ ગુપ્તા
ધનિક ભારતીય મૂળના કેનેડિયન બિઝનેસમેનની યાદીમાં સ્ટીવ ગુપ્તાનું નામ પણ આવે છે. જે કેનેડાની સૌથી મોટી હોટલ ચેઈનના માલિક છે અને તેમની હોટલ બ્રાન્ડ્સમાં હિલ્ટન, મેરિએટ, અને સ્ટારવુડ સામેલ છે. Eston's Group અને Gupta Groupના ફાઉન્ડર સ્ટીવ ગુપ્તા કેનેડામાં 19 હોટલનું સંચાલન કરે છે. ભારતના પંજાબથી કેનેડા પહોંચીને સ્ટીવ ગુપ્તાએ ઈન્ડસ્ટ્રીમાં 43 વર્ષ કરતા વધુ સમય વિતાવ્યા છે અને રઈસ ભારતીયોની યાદીમાં પોતાનું નામ સામેલ કર્યું છે. રિપોર્ટ્સ મુજબ સ્ટીવ ગુપ્તાની નેટવર્થ લગભગ 400 મિલિયન ડોલર છે. 



રમેશ ચોટાઈ
કેનેડામાં ફાર્મા સેક્ટરમાં મોટું નામ રમેશ ચોટાઈનું છે. જે Bromed Pharmaceuticals ના ચેરમેન છે. ભારતીય મૂળના રમેશ ચોટાઈ 1972માં કેનેડા પહોંચ્યા હતા અને ફાર્મા સેક્ટરમાં પોતાનું કામ શરૂ કર્યું હતું. તેમની ગણતરી પણ ઈન્ડો-કેનેડા બિઝનેસમેનમાં થાય છે. ગત વર્ષ 2022માં રમેશ ચોટાઈ કેનેડા ઈન્ડિયા ફાઉન્ડેશનના અધ્યક્ષ પણ બન્યા. તેમને કેનેડામાં પ્રવાસી ભારતીય સન્માનથી નવાજવામાં પણ આવ્યા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube