ગત વર્ષ કેનેડાના જે પ્રાંતમાં ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યા થઈ હતી ત્યાં હવે ભારતીયોને ડર સતાવવા લાગ્યો છે. ખુબ ભારત સરકારે તેને ગંભીરતાથી લીધુ છે. અહીં ભારતીયોને ખંડણી માટેના ફોન આવી રહ્યા છે. આ મામલો કેનેડાના બ્રિટિશ કોલંબિયાનો છે. નોંધનીય છે કે ગત વર્ષ જૂનમાં બ્રિટિશ  કોલંબિયાના એક શહેર સરેમાં અજાણ્યા બંદૂકધારીઓએ નિજ્જરની ગોળી મારીને હત્યા કરી હતી. કેનેડિયન સરકારે તેનો આરોપ ભારતના એજન્ટો પર લગાવ્યો છે. ભારતે તેને પાયાવિહોણા ગણાવીને ફગાવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે ભારતે ગુરુવારે એવા રિપોર્ટ્સને 'ગંભીર ચિંતાનો વિષય' ગણાવ્યા છે જેમાં કહેવાયું હતું કે કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભારતીય સમુદાયના કેટલાક સભ્યોને 'જબરદસ્તીથી વસૂલી'ના કોલ આવ્યા છે.  વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ ટિપ્પણી પ્રેસવાર્તામાં એક સવાલના જવાબમાં કરી. તેમણે કહ્યું કે આ ચિંતાનો વિષય છે...લોકો ખાસ કરીને ભારતીય નાગરિકોને ખંડણીના કોલ આવવા એ ગંભીર ચિંતાનો વિષય છે. 


જયસ્વાલે એમ પણ કહ્યું કે તેમની પાસે કોઈ સટિક જાણકારી નથી. સરે શહેરમાં 18 જૂનના રોજ એક ગુરુદ્વારાની બહાર ખાલિસ્તાની સપોર્ટર હરદીપસિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની સંભવિત સંડોવણીના સપ્ટેમ્બરમાં કેનેડિયન પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોના આરોપો બાદ ભારત-કેનેડા સંબંધ ગંભીર તણાવમાં આવી ગયા. ભારતે ટ્રુડોના આરોપોને પાયાવિહોણા અને પ્રેરિત ગણાવી ફગાવી દીધા. 


ભારત એ વાત પર ભાર મૂકતું રહ્યું છે કે કેનેડાની સાથે તેના મુખ્ય મુદ્દા તે દેશમાં અલગાવવાદીઓ, આતંકીઓ અને ભારત વિરોધી તત્વોને અપાયેલા આશ્રયનો છે. જસસ્વાલે કહ્યું કે અમારી પાસે (કેનેડા સાથે) ચર્ચા કરવા માટે અનેક મુદ્દા છે. અમે સુરક્ષા સ્થિતિઓ વગેરે સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરી રહ્યા છીએ. એક મંદિર વિશે એક મુદ્દો હતો જેના પર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કેનેડિયન પોલીસે મંદિરના પરિસરની તપાસ કરી. તેમણે કહ્યું કે અધિકારીઓએ પછી એક નિવેદન બહાર પાડીને કહ્યું કે જે વ્યક્તિએ ઘૂસણખોરી કરી હતી, તેનું માનસિક સંતુલન બરાબર નહતું. જયસ્વાલે એ વાત પર ભાર મૂકવા માટે ઉદાહરણ આપ્યું કે કેનેડા સાથે કેટલાક મુદ્દાઓ પર ચર્ચા થવાની છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube