ટોરોન્ટો: કેનેડાના પ્રમુખ શહેર ટોરોન્ટો (Toronto)માં સોમવારથી લોકડાઉન લાગવા જઈ રહ્યું છે. ઓટારિયોના પ્રીમિયર ડોગ ફોર્ડ (Doug Ford)એ આજે જાહેરાત કરી કે કોરોના વાયરસના વધતા કેસને લઇને શહેરમાં 28 દિવસ સુધી લોકડાઉન લગાવવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ અંતર્ગત શહેરમાં ઇન્ડોર ખાનગી સમારોહ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. સરકારે જીમ, સલૂન અને કસિનો બંધ કરવા તેમજ 10 લોકોને ક્યાંય પણ મળવા પર પ્રતિબંધ મૂક્યો છે.


આ પણ વાંચો:- આકાશમાં છવાયું ચંદ્ર અને ગ્રહોનું ત્રિકોણ, ચુકી ગયા છો તો ફરી જોવા મળશે આ દુર્લભ નજારો


ફોર્ડે કહ્યું, 'અમે પ્રાંતમાં લોકડાઉન લગાવી શકતા નથી, તેથી અમે ટોરોન્ટો અને પીલમાં લોકડાઉન સ્તરના પ્રતિબંધ મૂકવાની કાર્યવાહી કરી રહ્યા છીએ. આ જીવલેણ વાયરસના પ્રસારને રોકવા માટે નિર્ણાયક પગલાં લેવું આપણા માટે ખૂબ મહત્વનું છે.


શાળાઓ ખુલ્લી રહેશે
લોકડાઉન દરમિયાન ફાર્મસી અને કરિયાણાની દુકાન અને સ્ટોર્સ 50 ટકાની ક્ષમતાથી કાર્યરત રહેશે. લોકડાઉન નિયમોના પાલન સાથે શાળાઓ ખુલ્લી રહેશે. ગ્રાહકોને રેસ્ટોરાં અને બારમાં સેવા આપવાની મંજૂરી આપવામાં આવશે નહીં. ફોર્ડે લોકોને સ્થાનિક ઉદ્યોગોને ટેકો આપવા અપીલ કરી હતી અને તેમની પાસેથી ખરીદી કરવા વિનંતી કરી હતી.


આ પણ વાંચો:- White Houseમાં બન્યા રહેવાનું ટ્રમ્પનું સપનું તૂટ્યું, આ છેલ્લો દાવ પણ થયો નિષ્ફળ


ટોરોન્ટોમાં કેસ 1 લાખને પાર
ટોરોન્ટોમાં કોવિડ -19 કેસની સંખ્યા 1 લાખને વટાવી ગઈ છે. આવી સ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ નાગરિકોને સલાહ આપી છે કે તેઓ આ સપ્તાહના અંતમાં મિત્રો, જન્મદિવસ અથવા અન્ય ડિનર પાર્ટીને કરે નહીં. થોડા સમય પહેલા જ ટ્રુડોએ કહ્યું હતું કે, "સામાન્ય ક્રિસમસનો સવાલ જ ઉઠતો નથી."


કેનેડિયન પ્રધાનમંત્રીએ કહ્યું, 'દેશભરમાં મોટા પ્રમાણમાં સંક્રમણ ફેલાયું છે, અમને કેસની સંખ્યા અને હોસ્પિટલો પરનો ભાર વધવાનો મોટો ભય છે.'


આ પણ વાંચો:- રાજકુમારીનું Bodyguard સાથે અફેર, મોઢું બંધ રાખવા માટે લૂંટાવી કરોડોની રકમ


તમને જણાવી દઇએ કે કેનેડામાં અત્યાર સુધીમાં 3,17,000 કોરોના વાયરસના કેસ અને 11,273 મોત નોંધાયા છે. છેલ્લા 7 દિવસમાં, અહીં દરરોજ 4,800 કેસ અને 65 મૃત્યુ નોંધાયા છે. પીએમ ટ્રુડોએ ચેતવણી આપી છે કે ડિસેમ્બરના અંત સુધીમાં દૈનિક કેસોની સંખ્યા વધીને 60 હજાર થઈ શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube