ઓટાવા: દુનિયાના અનેક દેશોમાં કોવિડ-19 સંક્રમણ રોકવા માટે રસીકરણની ઝડપ વધારવા પર ભાર મૂકાઈ રહ્યો છે. કેનેડામાં પણ રસીકરણને અનિવાર્ય કરવાનો નિર્ણય ત્યાંની સરકારે લીધો, જેનો અનેક લોકો ખુબ વિરોધ કરી રહ્યા છે. કેનેડાની રાજધાની ઓટાવામાં સ્થિત પ્રધાનમંત્રી આવાસને 50 હજાર ટ્રક ચાલકોએ પોતાના 20 હજાર ટ્રકો સાથે ચારેબાજુથી ઘેરી લીધુ છે. સ્થિતિ એવી ઉભી થઈ કે પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડો અને તેમના પરિવારે ગુપ્ત સ્થાને છૂપાવવા માટે ભાગવું પડ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રસીકરણને ફરજિયાત કરવા બાબતે થઈ રહ્યો છે વિરોધ
મળતી માહિતી મુજબ હજારો નાગરિકો રાજધાનીમાં રસીકરણને ફરજિયાત બનાવવા અને કોવિડ-19 પ્રતિબંધો વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ દરમિયાન કેટલાક પ્રદર્શનકારીઓએ કોવિડ પ્રતિબંધોની સરખામણી ફાસીવાદ સાથે કરી અને કેનેડાના ઝંડા સાથે નાઝી પ્રતિક પ્રદર્શિત કર્યા. પ્રદર્શન કરનારા ટ્રકવાળાઓએ પોતાના લગભગ 70 કિમી લાંબા કાફલાને 'ફ્રીડમ કોન્વોય' નામ આપ્યું છે. 


પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડો વિરુદ્ધ લોકોએ ખોલ્યો મોરચો
આ ઉપરાંત અનેક પ્રદર્શનકારીઓએ કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોને નિશાન બનાવતા તેમની આકરી ટીકા કરી. આ દરમિયાન લોકોએ હાથમાં બેનર રાખ્યા હતા. જેના પર પ્રધાનમંત્રી માટે ભદ્દી ગાળો લખેલી હતી. 


હાય હાય! ઓનલાઈન ક્લાસમાં આવું થાય છે? માતાપિતા ખાસ વાંચે આ અહેવાલ...નહીં તો પસ્તાશો


પીએમએ ટ્રકવાળા માટે આપ્યું હતું વિવાદિત નિવેદન
અત્રે જણાવવાનું કે આ અગાઉ કેનેડિયન પીએમએ એક વિવાદિત નિવેદન આપતા ટ્રકવાળાઓને 'મહત્વ નહીં ધરાવતા અલ્પસંખ્યક' ગણાવ્યા હતા. તેનાથી પણ ટ્રકવાળા ખરાબ રીતે ભડકેલા હતા. સ્થિતિ એવી છે કે રાજધાની ઓટાવા જતા રસ્તા પર 70 કિમી સુધી બસ ટ્રક જ ટ્રક જોવા મળે છે. 


હજારો ટ્રક ચાલકો રાજધાનીમાં ભેગા થયા
કેનેડિયન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશને જણાવ્યું કે કોવિડ-19 રસી જનાદેશ અને અન્ય જાહેર સ્વાસ્થ્ય પ્રતિબંધોને સમાપ્ત કરવા માટે હજારો ટ્રક ચાલક અને અન્ય પ્રદર્શનકારીઓ શનિવારે રાજધાની શહેરમાં ભેગા થયા. આ પ્રદર્શનકારીઓમાં બાળકો, મહિલાઓ, વૃદ્ધો અને વિકલાંગ પણ સામેલ છે. 


રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકમાં ઘૂસ્યા પ્રદર્શનકારીઓ
આ દરમિયાન કેટલાક પ્રદર્શનકારીઓ પ્રમુખ યુદ્ધ સ્મારક પર નાચતા જોવા મળ્યા, જેની કેનેડાના ટોચના સૈનિક જનરલ વેન આઈરે અને કેનેડાના રક્ષામંત્રી અનીતા આનંદે ટીકા કરી. કડકડતી ઠંડીની ચેતવણી છતાં સેંકડો પ્રદર્શનકારીઓના સંસદીય પરિસરમાં ઘૂસી ગયા બાદ સંભવિત હિંસા અંગે પોલીસ હાઈ અલર્ટ પર છે. 


Viral: Menstrual Blood પી જાય છે આ મહિલા, ચહેરા પર લગાવે છે અને પેન્ટિંગમાં પણ કરે છે ઉપયોગ


રક્ષામંત્રીએ ટીકા કરી
કનેડાના રક્ષામંત્રી અનિતા આનંદે પણ આ ઘટનાની ટીકા કરતા કહ્યું કે આજે આપણે જે વ્યવહાર જોઈ રહ્યા છે તે નીંદનીય છે. તેમણે કહ્યું કે સૈનિકોના મકબરા અને રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક આપણા દેશ માટે પવિત્ર સ્થળ છે. હું તમામ કેનેડિયન લોકોને આગ્રહ કરુ છું કે જે કેનેડા માટે લડ્યા અને માર્યા ગયા તેમની સાથે સન્માન ધરાવે. 


વિશ્વના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube