ઇન્ડોનેશિયામાં ક્રેશ થયેલા વિમાનને ઉડાવી રહ્યો હતો દિલ્હીનો ભાવ્યે સુનેજા
સુનેજા મયૂર વિહારમાં વસતો હતો અને તેને બેલ એયર ઇન્ટરનેશનલથી 2009માં પાયલોટનું લાયસન્સ મળ્યું હતું. રાજધાની જકાર્તાથી ઉડાન ભરનાર આ Boeing 737 Max + વિમાનમાં 189 લોકો સવાર હતા.
જકાર્તા: ઇન્ડોનેશિયામાં ઉડાન ભર્યા બાદ થોડા સમયમાં જ સમુદ્રમાં ક્રેશ થયેલું લાયન એરના યાત્રી વિમાનને દિલ્હીનો નિવાસી કેપ્ટન ભાવ્યે સુનેજા ઉડાવી રહ્યો હતો. સુનેજા મયૂર વિહારમાં વસતો હતો અને તેને બેલ એયર ઇન્ટરનેશનલથી 2009માં પાયલોટનું લાયસન્સ મળ્યું હતું. રાજધાની જકાર્તાથી ઉડાન ભરનાર આ Boeing 737 Max + વિમાનમાં 189 લોકો સવાર હતા. એક અધિકારીના જણાવ્યા અનુસાર, ફ્લાઇટ સંખ્યા JT610ની ઉડાન ભર્યાની માત્ર 13 મીનિટ બાદ જ ગ્રાઉન્ડ અધિકારીઓ સાથે સંપર્ક તૂટી ગયો હતો.
વિમાનના કેપ્તાન સુનેજા હતા અને કો-પાયલોટ હરવિનો હતા. તેમાં ચાલક દળના છ સભ્યો હતા. જેમાં ત્રણ પ્રશિક્ષુ હતા. એક ટેકનીશિયન પણ વિમાનમાં સવાર હતો. નિવેદન અનુસાર, 31 વર્ષીય સુનેજાએ 6000 ઉડાન કલાકનો અનુભવ હતો. ત્યારે કો-પાયલોટને 5000થી વધારે કલાકની ઉડાનનો અનુભવ હતો.
વાંચવા માટે ક્લિક કરો: ઇન્ડોનેશિયા વિમાન દુર્ધટનામાં મોટો ખુલાસો, અગાઉની ઉડાનમાં સર્જાઇ હતી ટેકનિકલ ખામી
દેશની તપાસ તેમજ બચાવ એજન્સી મુહમ્મદ સ્યાઉગીએ કહ્યું કે અત્યારે અમને ખબર નથી કે આ ઘટનામાં કોઇનો બચાવ થયો છે કે નથી. સાથે તેમણે કહ્યું કે વિમાનને આપાતકાલીન ટ્રાન્સમીટરથી કોઇ મુશ્કેલીના સંબંધી સંકેત પ્રાપ્ત થયા ન હતા. તેમણે કહ્યું કે અમને આશા છે, અમને પ્રાર્થના કરી રહ્યા છે, પરંતુ અમને પુષ્ટી કરી શકાતા નથી. તેમણે કહ્યું કે હડફોન અને ઘણો અન્ય સામન પાણીમાં 30 મીટરથી 35 મીટર (98થી 115 ફૂટ) ઉંડાઇમાં મળ્યો છે. જ્યાં પ્લેન ક્રેશ થયું હતું.