નવી દિલ્હી: સોશિયલ મીડિયાને વાયરલ વીડિયોનું પ્લેટફોર્મ પણ કહેવામાં આવે છે. છાશવારે એવા વીડિયો વાયરલ થઈ જાય છે કે જે જોઈને દિમાગ હલી જાય. કેટલાક વીડિયો એવા હોય છે કે જોઈને વિશ્વાસ કરવું અઘરું થઈ પડે. આવા વીડિયોને તમે વારંવાર જોતા રહો છો પરંતુ મોટાભાગના વીડિયોને એડિટ પણ કરવામાં આવતા હોય છે. જેને તમે અનેકવાર જોશો તો તમને ખબર પડે કે આ વીડિયો એડિટ કરવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો કે સોશિયલ મીડિયા પર આ પ્રકારના વીડિયો ઝડપથી વાયરલ થતા રહે છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર સતત ચર્ચામાં છે. વીડિયોમાં એક વ્યક્તિ રસ્તા પર કારમાં જઈ રહ્યો છે અને અચાનક બીજી કાર જોવા મળે છે તેના ડ્રાઈવર સાથે તે વાત કરે છે. લાલ રંગની કારમાં સવાર વ્યક્તિ પછી કાર ચલાવે છે અને થોડી દૂર જતા જ કારના દરવાજા પાંખીયા બની જાય છે અને કાર અચાનક હવામાં ઉડવા લાગે છે. આ વીડિયો જોઈને દરેક જણ શોક્ડ છે. કારણ કે આ કેવી રીતે શક્ય છે? તેનો જવાબ કોઈ પાસે નથી. કારને જાણીતા મ્યૂઝિશિયન સાઈરસ ડોબ્રે ચલાવી રહ્યા છે. આ વીડિયો તેમણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. 


 

 

 

 



 

 

 

 

 

 

 

 

 

 

 

A post shared by @cyrusdobre


વીડિયો જોઈને યૂઝર્સની આંખો પહોળી થઈ
જ્યારે આ વીડિયો યૂઝર્સે જોયો તો તેમના માટે વિશ્વાસ કરવો મુશ્કેલ બની ગયો. મોટાભાગના યૂઝર્સને સમજમાં આવી ગયું કે આ વીડિયો એડિટિંગ દ્વારા જ બનાવવામાં આવ્યો છે. કારણ કે અસલમાં તો શક્ય નથી. ઈન્ટરનેટ પર વયારલ થયેલા વીડિયોને બે દિવસ પહેલા સાઈરસે અધિકૃત ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો હતો.  અત્યાર સુધીમાં 31 હજારથી વધુ લોકોએ તેને લાઈક કર્યો છે. વીડિયો સાથે કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે 'બેક ટુ ધ ફ્યૂચર'. અત્યાર સુધીમાં આ વીડિયો હજારો લોકો જોઈ ચૂક્યા છે અને અનેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર થઈ રહ્યો છે. 


વિશ્વના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube