Viral Video માં આ જીવને જોઈને તમે ભૂત અને ડાકણને ભૂલી જશો! રૂવાડા ઉભા થઈ જશે
Carnivorous Caterpillars: વિશ્વમાં જોવા મળતા મોટાભાગની કેટરપિલર શાકાહારી છે. તેઓ વૃક્ષો અને છોડના પાંદડા ખાય છે, પરંતુ હવે એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જે જોઈને તમારા હાજા ગગડી જશે.
Carnivorous Caterpillars: વિશ્વમાં જોવા મળતા મોટાભાગની કેટરપિલર શાકાહારી છે. તેઓ વૃક્ષો અને છોડના પાંદડા ખાય છે, પરંતુ હવે એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે કેટરપિલર જે માંસાહારી છે, જેને માંસાહારી ઈયળ (Carnivorous Caterpillars) કહેવામાં આવે છે, જે જોવામાં ખૂબ જ ડરામણી છે. વાયરલ વીડિયોમાં આ જીવને જોઈને તમે ભૂત અને ડાકણોને ભૂલી જશો!
આ વિડિયો કોણે શેર કર્યો છે?: આ કેટરપિલરનો વિડિયો @natgeowild દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરવામાં આવ્યો છે 'તે માંસ ખાનારા કેટરપિલર વિશે છે (Carnivorous Caterpillars Viral Video)!' પોસ્ટ કરવામાં આવી ત્યારથી, વીડિયોને હજારો વ્યૂઝ મળ્યા છે. આ વીડિયો 23 ઓક્ટોબરે પોસ્ટ કરવામાં આવ્યો હતો.
માંસાહારી કેટરપિલર (Carnivorous Caterpillars Twitter Viral Video) વિશેની મહત્વની માહિતી પણ વિડીયોમાં આપવામાં આવી હતી. આ પ્રાણી કેવી રીતે શિકાર કરે છે તે પણ બતાવવામાં આવ્યું છે.
વીડિયોમાં જણાવવામાં આવ્યું છે કે પૃથ્વી પર જોવા મળતી આ એકમાત્ર માંસાહારી ઈયળો છે (How Carnivorous Caterpillars Attack Their Prey). તેના આગળના પગમાં છ તીક્ષ્ણ નખ હોય છે, જે તેને શિકાર પકડવામાં મદદ કરે છે, જ્યારે તે તેના પાછળના પગ વડે ઝાડની ડાળીઓને પકડે છે.
Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube