વેલિંગ્ટન: લોકોને ચોરીની આદત હોય છે એવું તો તમે કેટલીય વાર સાંભળ્યું હશે પરંતુ ન્યૂઝીલેન્ડ (New Zealand) માં એક બિલાડી પણ આ 'બીમારી'નો ભોગ બનેલી છે. આ બીલાડીને પાડોશમાં રહેલી મહિલાઓના અંડરગાર્મેન્ટ્સથી માંડીને જૂતા ચપ્પલ  ચોરવાનો શોખ છે. હાલમાં જ બિલાડી કઈંક એવું લઈ આવી કે તેનો માલિક પણ ચોંકી ગયો. એટલે સુધી કે પોલીસે પણ બિલાડીના માલિકને પૂછપરછ માટે બોલાવવો પડ્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈન્ડિપેન્ડન્ટના રિપોર્ટ મુજબ ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચ (New Zealand, Christchurch)માં રહેતી ગિન્ની અને ડેવિડ રમ્બોલ્ડની પાંચ મહિનાની બિલાડી કીથને ચોરીની આદત છે. જેના કારણે અનેકવાર તેમને શરમજનક સ્થિતિમાં મૂકાવવું પડ છે. પરંતુ હાલમાં જ તે કઈંક એવું લઈ આવી કે મામલો પોલીસ સુધી પહોંચી ગયો. કીથ પોતાની સાથે એક બેગ લઈને આવી જ્યારે ડેવિડે આ બેગ ખોલીને જોયું તો તેમાંથી સફેદ રંગનો પાઉડર મળ્યો જે વાસ્તવમાં ડ્રગ્સ હતું.


Omicron: ચિંતાજનક સ્થિતિ, ભારતમાં મૂળ વાયરસની સરખામણીએ 318% ની પૂરપાટ ઝડપે ફેલાઈ રહ્યો છે ઓમિક્રોન 


કીથની આ હરકતની જાણકારી ડેવિડે પોલીસને આપી અને તેમણે ડ્રગ્સ જપ્ત કરી લીધુ. એક અધિકારીએ હસતાં હસતાં કહ્યું કે અમે ડ્રગ્સ જપ્ત કરી રહ્યા છીએ અને કીથની પણ પૂછપરછ કરીશું કે તેને આ બેગ ક્યાંથી મળી. બિલાડીના માલિકને શરૂઆતમાં તેની હરકતો પર ખુબ પરેશાન થવું પડતું હતું. પરંતુ હવે તેઓ તેના આદી થઈ ગયા છે. સારી વાત એ છે કે પાડોશીઓને પણ બિલાડીની ચોરીની આદત પર ગુસ્સો નથી આવતો. 


OMG! પતંગ ઉડાવતા ઉડાવતા આ યુવક પોતે પણ આકાશમાં ઉડી ગયો, Video જોઈને ચક્કર ખાઈ જશો


ડેવિડે કહ્યું કે 'કીથ દરરોજ કઈને કઈ લાવે છે. ક્યારેક તે કોઈની બ્રા  લઈને આવે છે તો ક્યારેક પાસેની નદીથી જીવતી માછલી, ખાસ કરીને તેને લેડીઝના અંડરગારમેન્ટ ચોરવાનો ખુબ શોખ છે. મે તેને કહ્યું કે લાવવું જ હોય તો ડાઈમન્ડ લાવ, પરંતુ તેણે હજુ સુધી મારી વાત માની નથી.' કીથના માલિકે ઘરની બહાર બે ડબ્બા લગાવી રાખ્યા છે. જેમાં તે કીથે ચોરેલી વસ્તુ રાખી દે છે. જેથી કરીને જેની હોય તે આવીને લઈ જાય. આ બિલાડીને ઘરમાં કેદ થઈને રહેવું પણ પસંદ નથી. જ્યારે ડેવિડ આમ કરે તો તે આખા ઘરને રમણ ભમણ કરી નાખે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube