નવી દિલ્લીઃ વિમાન હોય કે ટ્રેન દરેક મુસાફરીમાં તમારી સાથે અન્ય લોકો પણ મુસાફરી કરતા હોય છે. ત્યારે આપણી આસપાસ બેસેલાં મુસાફરને કોઈપણ પ્રકારે હેરાનગતિ ન થાય તે માટે પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. જોકે, ક્યારેક કેટલાંક લોકો ભાન ભૂલીને એવી હરકતો કરતા હોય છેકે, તેમના કારણે બીજા લોકોને પણ ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ જવું પડતું હોય છે. એક દેશથી બીજા દેશમાં જવા માટે લોકો ફ્લાઈટનો ઉપયોગ કરતા હોય. જેમાં, ઘણા લોકો કંટાળી જતાં હોય છે. ત્યારે, આ લાંબી ફ્લાઈટોમાં સવાર સેલેબ્રિટીઓને કંટાળો આવતાં કઈક એવું વિચિત્ર કરી બેઠા કે ફ્લાઈટમાં બેસેલા તમામ લોકો ચોંકી ઉઠ્યા હતા.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


1. કોરોના મહામારી પહેલાં ફિલ્મ સ્ટાર્સ અને મોડલ અનેકોવાર ફરવા માટે અલગ-અલગ દેશમાં નીકળી પડતા હતા. પરંતું, લાંબી ફ્લાઈટ્સમાં સમય પસાર કરવો તેમના માટે ખૂબ જ મુશ્કેલ સાબિત થતું હતું. અને તેઓ કંટાળતા હતા.


2. કેટલાક સેલેબ્રિટીએ બાદમાં સ્વીકાર પણ કર્યો હતો કે તેઓ કંટાળાને દૂર કરવા અને જર્નીને વધારે મજેદાર બનાવવા માટે ચાલું ફ્લાઈટે પોતાના પાર્ટનર સાથે અંગત પળો માળી હતી. વિમાનની અંદર શારિરીક સંબંધ બાંધવાવાળા લોકોને વેસ્ટર્ન કન્ટ્રીઝમાં 'Member of Mile High Club' કહેવામાં આવે છે.


3. હોલીવૂડ ફિલ્મોની હિરોઈન અમાંડા હોલ્ડન થોડાં સમય પહેલાં જ ખુલાસો કર્યો હતો કે તે પણ માઈલ હાઈ કલ્બની સદસ્ય છે. અમાંડા જણાવ્યું હતું, કે એક જર્ની દરમિયાન તેણે પોતાના પતિ ક્રિશ હ્યુજ સાથે અંગત પળો માળવાનો પ્રયાસ કર્યો હતો.


4. જોકે તેમનો આ પ્રયાસ સફળ નહોતો રહ્યો. કેમ કે તેમની ફ્લાઈટમાં અન્ય યાત્રીઓએ તેમને આવું કરવાના પ્રયાસ કરતા જોઈ લીધા હતા. જે બાદ બંને લોકો રોકાયા હતા. અમાંડા સિવાય અન્ય ઘણા સેલેબ્રિટીએ આવું કર્યું છે.


5. ડેનિલી લોયડ - 37 વર્ષીય બ્રિટીશ મોડલ ડેનિલીએ ગત વર્ષે ખુલાસો કર્યો હતો કે તેણે પ્લેનમાં સેક્સ કર્યું હતું. જોકે તેમણે પોતાના સેક્સ પાર્ટનરનું નામ નથી આપ્યું.


6. ક્રિસી ટાઈગન અને જોની લિજેન્ડ - અમેરિકન મોડલ ક્રિશી હાલ સિંગર જોનના સાથે રિલેશનશીપમાં છે. બંને સેક્સ લાઈફને લઈને ખુલીને વાત કરે છે. ક્રિશી જણાવ્યું હતું કે, બેન્કોક જતી વખતે તેણે અને તેના બોયફ્રેન્ડે ચાલું ફ્લાઈટમાં સેક્સ કર્યું હતું.


7. મિરાંડા કેર - દુનિયાની સુંદર મોડલમાંથી એક મિરાંડાએ જણાવ્યું છે કે, તે ઘણી વખતે ફ્લાઈટમાં પોતાના પાર્ટનર સાથે સેક્સ કરી ચુકી છે. અને તેને આવું કરવામાં ખૂબ જ મજા આવે છે.


8. ક્રિશ અને કેટલીન જેનર - અમેરિકન TV પર્સનાલિટી ક્રિશ અને કેટલીનએ જણાવ્યું હતું કે એક ફ્લાઈટ સ્ટાફે બંનેને સંબંધ બાંધતા જોઈ લીધા હતા. જોકે તે બાદ ફ્લાઈટ સ્ટાફે તેમને શેપેંન આપીને માઈલ હાય કલ્બના સભ્ય થવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

9. કિમ કાર્દિશિયન - કોઈ અજીબ ટ્રેંડ હોય અને તેમાં કિમનું નામ ના હોય એવું શક્ય જ નથી. 40 વર્ષીય સ્ટારે ગત વર્ષે ખુલાસો કર્યો હતો કે તે પણ માઈલ હાય કલ્બના સભ્ય છે. જોકે તેમણે કહ્યું કે કિમે કાયમ પ્રાઈવેટ પ્લેનમાં સેક્સ કર્યું છે. જેના પગલે કપડાં ઉતારતી વખતે કોઈ તેને જોઈ લે તેનો ડર ન હતો.