નવી દિલ્હી : શિકાગોમાં એપ્પલ વોચ (હાથમાં પહેરવાની સ્માર્ટ ઘડિયાળ)ના કારણે એક વ્યક્તિ ડુબવાથી બચી ગયો.  આ વ્યક્તિએ ઘડિયાળે તેનો જીવ બચાવ્યાનો શ્રેય આપ્યો. એક ન્યૂઝ પોર્ટલ અનુસાર  રવિવારે ફિલિપ એશો, જે શિકાગોની ક્ષિતિજ (સ્કાઇલાઇન)ની તસ્વીરો લેવા માટે 31 સ્ટ્રીટ હાર્બરથી મૈકકૉમિક પ્લેસ સુધી એક જેટ સ્કીની સવારી કરી રહ્યા હતા. બીજી તરફ એક મોટી લહેરની અડફેટે ચડી તેના જેટ સ્કી સાથે ટકરાઇ ગઇ, જેના કારણે તે પાણીમાં પડી ગયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મધ્યપ્રદેશમાં 20 રૂપિયાની ચોરીનો કેસ 41 વર્ષ સુધી ચાલ્યો, આખરે જે થયું તે ચોંકાવનારુ
આ ઘટનામાં એશો પોતાનો મોબાઇલ ફોન પણ ગુમાવી બેઠા. એશોની આસપાસ હાજર નાવમાં બેઠેલા લોકોને પણ તેમનો અવાજ નહોતો સંભળાઇ રહ્યો, જ્યારે લહેરો એ પ્રકારે ઉછળી રહી હતી જે એશોને સપાટીથી સતત નીચે તરફ ધકેલતું રહેતું હતું. 


જાહેર ક્ષેત્રની 56 કંપનીઓ દેવાળું ફૂંકવાના આરે, એર ઈન્ડિયા સૌથી ટોચે
લોકસભામાં NIA સંશોધન વિધેયકને મંજુરી, વિરોધમાં માત્ર 6 મત પડ્યાં
ત્યાર બાદ એશોએ પોતાની સ્માર્ટ વોચમાં રહેલા ફીચર સોફિસ્ટિકેટેડ ઓપરેટિંગ સિસ્ટમ (એસઓએસ)ની મદદથી ઇમરજન્સી સેવા માટે કોલ કર્યો. કોલ કર્યાની તુરંત બાદ તેમણે બચાવ માટે શિકાગો પોલીસ અને ફાયર બોટની સાથે એક હેલિકોપ્ટર જોયું જેણે એશોને પાણીમાંથી સકુશળ બહાર કાઢી લેવામાં આવ્યા. જ્યારે કોઇ યુઝર એસઓએસ કોલ કરે છે, તો તેના એપલ વોચ સ્વયંસંચાલિત રીતે સ્થાનિક ઇમરજન્સી નંબર પર કોલ કરી દે છે. કેટલાક દેશો અને ક્ષેત્રમાં ઉપયોગકર્તા પોતાની જરૂરિયાત અનુસાર આ સેવાને પસંદ કરે છે.