શિકાગો: અમેરિકાના શિકાગોથી એક હચમચાવી નાખે તેવો મામલો સામે આવ્યો છે. પોલીસે 3 લોકો પર એક ગર્ભવતી કિશોરીની હત્યાનો આરોપ લગાવ્યો છે જેના મોત બાદ તેના ગર્ભમાંથી જન્મ થયા વગરનું બાળક જ કાઢી લેવાયું છે. પોલીસે જણાવ્યું કે માર્લેના ઓચાઓ લોપેઝ (19)ને 23મી એપ્રિલના રોજ એક પરિચિતના ઘરે એ વાયદો કરીને બોલાવવામાં આવી કે તેને બાળક માટે ઉપયોગી થાય તેવો સામાન મફતમાં આપવામાં આવશે. પરંતુ ત્યાં પહોંચી તો તેનું ગળું દબાવીને તેની હત્યા કરી દેવાઈ અને તેના બાળકને પણ ગર્ભમાંથી કાઢી લેવાયું. ક્લારિસા ફિગ્યુરોઆ અને તેની પુત્રી ડેસીરી (24) પર ફર્સ્ટ ડિગ્રી હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફિગ્યુરોઆના પ્રેમી પિઓટ્ર બોબાક(40) પર પોલીસે હત્યાની વાત છૂપાવવાનો આરોપ લગાવ્યો છે. શિકાગો પોલીસ પ્રમુખ એડી જોનસને એક પત્રકાર સંમેલનમાં અપરાધને ખુબ જ 'જઘન્ય અને વ્યથિત કરનારો' ગણાવ્યો. જહોન્સને કહ્યું કે 'હું કલ્પના પણ ન કરી શકું કે હાલ આ પરિવાર પર શું વીતી રહ્યું હશે. તેમના ઘરમાં ખુશી મનાવવામાં આવવી જોઈતી હતી પરંતુ તેની જગ્યાએ મા અને સંભવિત બાળકના જવાનો શોક મનાવવામાં આવી રહ્યો છે.'


જુઓ LIVE TV


વિદેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...