Chile ના રાષ્ટ્રપતિએ MASK મહિલા સાથે ફોટો પડાવ્યો, હવે ભરવો પડ્યો અઢી લાખ દંડ
રાષ્ટ્રપતિ સેબેસ્ટિયન પિનેરો (Sebastian Pinera)એ સમુદ્ર કિનારે માસ્ક વિના ફોટો પડાવ્યો હતો. સ્વાસ્થ્ય અધિકારીઓએ તેને નિયમોનું ઉલ્લંઘન ગણાવતાં રાષ્ટ્રપતિને દંડ ફટકાર્યો છે.
સેંટિયાગો: કોરોના વાયરસ (CoronaVirus)સામે લડાઇમાં માસ્ક સૌથી મોટું હથિયાર છે, આ ઉપરાંત લોકો માસ્કનો ઉપયોગ કરવાનું ટાળે છે. જોકે આમ કરનાર વિરૂદ્ધ આખી દુનિયામાં કાર્યવાહી પણ થઇ રહી છે. ચિલીના રાષ્ટ્રપતિને પણ આવી જ કાર્યવાહીનો સામનો કરવો પડ્યો છે. રાષ્ટ્રપતિ સેબેસ્ટિયન પિનેરો (Sebastian Pinera)એ સમુદ્ર કિનારે માસ્ક વિના ફોટો પડાવ્યો હતો. સ્વાસ્થ્ય અધિકારીઓએ તેને નિયમોનું ઉલ્લંઘન ગણાવતાં રાષ્ટ્રપતિને દંડ ફટકાર્યો છે.
નિયમોનું કર્યું ઉલ્લંઘન
ચિલી (Chile)માં કોરોના મહામારીના વધતા જતા પ્રકોપને જોતાં સાર્વજનિક સ્થળો પર માસ્ક પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. સ્વાસ્થ્ય વિભાગ તરફથી કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ સેબેસ્ટિયન પિનેરો (Sebastian Pinera) એ MASK ન લગાવીને કોરોનાની સારવાર માટે લાગૂ નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. તેના લીધે તેમના પર લગભગ અઢી લાખ ($3500) રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
President એ આપ્યું આ તર્ક
માસ્ક નહી પહેરવા પર થયેલી ટીકા બાદ રાષ્ટ્રપતિએ સ્પષ્ટતા આપી છે. તેમણે કહ્યું કે તે પોતાના ઘરની પાસે સમુદ્ર તટ પર એકલા ફરી રહ્યા હતા, ત્યારે એક મહિલા તેમની પાસે આવી અને સેલ્ફી લેવાનો આગ્રહ કર્યો. મહિલાના અનુરોધને તે અસ્વિકાર કરી શક્યા નહી. વાયરલ સેલ્ફીમાં જોવા મળી રહ્યું છે કે રાષ્ટ્રપતિ અને મહિલા નજીક ઉભા છે અને રાષ્ટ્રપતિએ માસ્ક પણ પહેર્યું નથી.
વિવાદો સાથે છે જૂના નાતો
આમ તો આ પહેલાં પણ રાષ્ટ્રપતિ સેબેસ્ટિયન પિનેરોને ઘણીવાર ટીકાનો સામનો કરવો પડ્યો છે. ગત વર્ષે જ્યારે સૈંટિયાગોમાં અસમાનતાને લઇને વિરોધ પ્રદર્શન થઇ રહ્યા હતા. ત્યારે રાષ્ટ્રપતિ પિત્ઝા પાર્ટીમાં વ્યસ્ત હતા. તેમનો આ ફોટો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. ત્યારબાદ જ્યારે મહામારીના લીધે લોકો ઘરમાં રહેવા માટે મજબૂર હતા તેમણે વિરોધ પ્રદર્શનનું પ્રતિક બની ચૂકેલા સ્ક્વાયર પર જઇને ફોટો પણ પડાવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube