બીજિંગઃ પૂર્વોત્તર ચીનના લિયોનિંગ પ્રાંતમાં એક આયર્ન ઓર પ્રોજેક્ટના નિર્માણ સ્થળ પર વિસ્ફોટલ લઈને જતા ટ્રકમાં ધડાકો થતા ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા અને 25 લોકો સ્થળ પર ફસાઇ ગયા છે. સરકારી ટેલીવિઝન સીસીટીવીએ જાણકારી આપી કે, આ દુર્ઘટના બેંશીના નાનફેન જિલ્લામાં સાંજે 4.10 કલાકે થઈ છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આપેલી માહિતીમાં જણાવાયું કે, વિસ્ફોટક લઈને જતા ટ્રકમાં ધડાકો થતા ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા છે જ્યારે અન્ય 25 લોકો ઘટના સ્થળે ફસાઇ ગયા છે. સ્થળ પર રાહત કાર્ય જારી છે. 


ખાણ બની મોતની કબર
ગત વર્ષે મેમાં મધ્ય હુનાન વિસ્તારમાં કોલસાની એક ખાણમાં કાર્યરત ઓછામાં ઓછા પાંચ શ્રમિકોના ગેસ લીકને કારણે મોત થયા હતા. આ પહેલા માર્ચ 2017માં ઉત્તરપૂર્વી હિલોંગજિયાંગમાં એક કોલસાની ખાણમાં લિફ્ટ પડવાથી 17 લોકોના મોત થયા હતા. આ રીતે ડિસેમ્બર, 2016માં બે અલગ-અલગ વિસ્ફોટોમાં 59 લોકોના મોત થયા હતા.