બેઈજિંગ: ચીનના હુનાન પ્રાંતમાં બુધવારે સાંજે એક વ્યક્તિએ પોતાની એસયુવી કાર ભીડમાં ઘૂસાડી દીધી અને ત્યારબાદ ગાડીમાંથી બહાર આવીને તેણે લોકો પર ચાકૂથી હુમલો કર્યો. આ ઘટના હેંગયાંગ પ્રાંતમાં ઘટી. લોકો નદી કિનારે ભેગા થયા હતાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એસયુવીના 54 વર્ષના ચાલક ચાંગ જાનયૂનને પહેલા તો લોકો પર ગાડી ચડાવી દીધી અને ત્યારબાદ ચાકૂથી હુમલો કરવા લાગ્યો હતો. સરકારી અખબાર 'ગ્લોબલ ટાઈમ્સ'ના અહેવાલ મુજબ આ હુમલામાં 9 લોકોના મોત થયા છે. જ્યારે 46 લોકો ઘાયલ થયાં. યાંગને પોલીસે કસ્ટડીમાં લઈ લીધો છે. તે વ્યક્તિ અગાઉ પણ અપરાધિક ઘટનાઓમાં સામેલ રહ્યો હતો અને અનેકવાર જેલ પણ જઈ ચૂક્યો છે. 



વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કઈ રીતે ઘટનાસ્થળ પર લોકો ગંભીર રીતે ઘાયલ અવસ્થામાં આમ તેમ પડેલા છે અને કણસી રહ્યાં છે. ચાકૂથી હુમલા બાદ અનેક લોકોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા હતાં. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યાં મુજબ હુમલાખોરે અચાનક ચાકૂીથી હુમલો કરવાનું શરૂ કરી દીધુ હતું. લોકો કઈ સમજે તે પહેલા જ લોકો પર ચાકૂના તાબડતોડ હુમલા કરાઈ રહ્યાં હતાં. જેના કારણે ઘટનાસ્થલે અફરાતફરી મચી ગઈ ગઈ હતી. લોકો જીવ બચાવવા આમ તેમ ભાગી રહ્યાં હતાં.