વિશ્વ પટલ પર એકલું પડ્યું પાકિસ્તાન, ચીને પણ લગાવી ફટકાર, કહ્યું- `ભારત સાથે સંબંધ વધુ ખરાબ ન કરો`
જમ્મુ અને કાશ્મીરમાંથી ભારત સરકારે કલમ 370 હટાવી લેતા પાકિસ્તાન ખુબ ધૂંધવાયું છે. પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સમુદાય પાસે સતત ભારતના આ પગલાં વિરુદ્ધ મદદ માંગી રહ્યું છે. પરંતુ તેને દરેક જગ્યાએથી વીલા મોઢે પાછા ફરવાનો વારો આવ્યો છે. આ મુદ્દે વિચાર વિમર્શ કરવા માટે તે શુક્રવારે ચીન પહોંચ્યું. વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશી આ સમગ્ર મામલે ચીન પાસે મદદ માંગવા માટે ચીન ગયા છે. અહીં પણ ચીને પાકિસ્તાનને આંખ ફેરવીને કહી દીધુ કે પાકિસ્તાન કાશ્મીર પર તણાવને વધારવાથી બચે અને તે ભારત સાથે પોતાના સંબંધો વધુ ખરાબ ન કરે.
નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરમાંથી ભારત સરકારે કલમ 370 હટાવી લેતા પાકિસ્તાન ખુબ ધૂંધવાયું છે. પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સમુદાય પાસે સતત ભારતના આ પગલાં વિરુદ્ધ મદદ માંગી રહ્યું છે. પરંતુ તેને દરેક જગ્યાએથી વીલા મોઢે પાછા ફરવાનો વારો આવ્યો છે. આ મુદ્દે વિચાર વિમર્શ કરવા માટે તે શુક્રવારે ચીન પહોંચ્યું. વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશી આ સમગ્ર મામલે ચીન પાસે મદદ માંગવા માટે ચીન ગયા છે. અહીં પણ ચીને પાકિસ્તાનને આંખ ફેરવીને કહી દીધુ કે પાકિસ્તાન કાશ્મીર પર તણાવને વધારવાથી બચે અને તે ભારત સાથે પોતાના સંબંધો વધુ ખરાબ ન કરે.
કલમ 370 પર PAKને બેવડો ફટકો, UNSCએ 'ભાવ' ન આપ્યો, અમેરિકાએ પણ કરી દીધી સ્પષ્ટતા
વાત જાણે એમ છે કે પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશી જમ્મુ અને કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી કલમ 370ને રદ્દ કરવાના ભારતના નિર્ણય પર ચીની નેતૃત્વ સાથે વિચાર વિમર્શ કરવા માટે ચીન રવાના થયા હતાં. શુક્રવારે સવારે બેઈજિંગ માટે ઉડાણ ભરતા અગાઉ કુરેશીએ કહ્યું હતું કે ભારત પોતાના ગેરબંધારણીય વ્યવહારથી ક્ષેત્રીય શાંતિમાં ખલેલ પાડવા પર ઉતરી આવ્યું છે.
કલમ 370: ભારતને UNમાં લઈ જવાની ધમકી પાકિસ્તાનને જ ભારે પડી જશે, બનશે મોટી મુર્ખામી, જાણો કઈ રીતે
તેમણે કહ્યું હતું કે ચીન પાકિસ્તાનનો મિત્ર જ નહીં પરંતુ ક્ષેત્રનો એક મહત્વપૂર્ણ દેશ પણ છે. તેઓ આ સ્થિતિ પર ચીનના નેતૃત્વને વિશ્વાસમાં લેશે. આ દરમિયાન તેમની સાથે વિદેશ સચિવ સોહેલ મહેમૂદ અને અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ હતાં. ઉલ્લેખનીય છે કે ભારત સરકારે સોમવારે જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ 370ને ખતમ કરી દીધી હતી.
જુઓ LIVE TV