અમેરિકાની સંસદના નીચલા ગૃહ (હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટીવ્ઝ) ના સ્પીકર નેન્સી પેલોસીના તાઈવાન પ્રવાસથી ચીન ખુબ ગુસ્સે ભરાયું છે. તેણે સૈન્ય કાર્યવાહીની પણ ધમકી આપી છે. આ સાથે જ ચીનના ઉપવિદેશમંત્રીએ અમેરિકી રાજદૂતને નેન્સી પેલોસીના તાઈવાન પ્રવાસનો આકરો વિરોધ જતાવવા માટે મધરાતે સમન પણ પાઠવ્યું. અમેરિકામાં નંબર ત્રણ સ્થાન ધરાવનારા નેન્સી પેલોસી ભારતીય સમય મુજબ રાતે 8.14 વાગે તાઈવાન પહોંચ્યા. નેન્સી પેલોસીએ તાઈવાનના રાષ્ટ્રપતિ સાથે પણ મુલાકાત કરી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તાઈવાનના રાષ્ટ્રપતિને મળ્યા પેલોસી
અમેરિકી સંસદના સ્પીકર નેન્સી સ્પીકરે આજે ભારતીય સમય મુજબ સવારે તાઈવાનના રાષ્ટ્રપતિ સાઈ ઈંગ વેન સાથે મુલાકાત કરી. આ દરમિયાન તેમણે સ્પષ્ટ કર્યું કે અમેરિકા દરેક પગલે તાઈવાન સાથે છે. તેમણે કહ્યું કે અમેરિકાએ તાઈવાનને જે વચનો આપ્યા છે તેનાથી પાછળ હટશે નહીં. 


નેન્સી પેલોસીએ કહ્યું કે અમેરિકાએ હંમેશા તાઈવાન સાથે રહેવાનું વચન આપ્યું છે. આ મજબૂત પાયા પર અમારી આર્થિક સમૃદ્ધિ માટે પ્રતિબદ્ધ ક્ષેત્ર અને દુનિયામાં આપસી સુરક્ષા પર કેન્દ્રીત સ્વ-સરકાર અને આત્મનિર્ણય પર આધારિત એક સંપન્ન ભાગીદારી છે. 


તાઈવાનના રાષ્ટ્રપતિએ શું કહ્યું?
તાઈવાનના રાષ્ટ્રપતિ સાઈ ઈંગ વેને કહ્યું કે અમેરિકી પ્રતિનિધિ સભાના અધ્યક્ષ નેન્સી પેલોસીનું હાર્દિક સ્વાગત કરું છું. ઉપરાષ્ટ્રપતિ અને મને સ્પીકર દ્વારા અમેરિકા-તાઈવાનના સંબંધોને લઈને કોલ આવતા રહે છે. અમારી આ મુલાકાત બદલ ખુશ છું. તેમણે કહ્યું કે અમેરિકી સ્પીકર પેલોસી ખરેખર તાઈવાનના સૌથી સમર્પિત મિત્રોમાંથી એક છે. તાઈવાન માટે અમેરિકી કોંગ્રેસના કટ્ટર સમર્થનને પ્રદર્શિત કરવા માટે તાઈવાનના આ પ્રવાસ બદલ અમે તમારા આભારી છીએ. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube