બેઇજિંગઃ દક્ષિણ ચીન સાગર (South China Sea) સહિત દુનિયાભરમાં પોતાના દમન પર વૈશ્વિક વિરોધ થતો જોઈ ચીન ડરી ગયું છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે  (Xi Jinping) કહ્યુ કે, તેનો દેશ ન તો દક્ષિણ પૂર્વ એશિયા પર પ્રભુત્વ હાસિલ કરવા ઈચ્છે છે અને ન પોતાના નાના પાડોશીઓ પર દમન કરવા ઈચ્છે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શી જિનપિંગની  (Xi Jinping) આ ટિપ્પણી સોમવારે દક્ષિણ પૂર્વ એશિયન રાષ્ટ્ર સંઘ (ASEAN) સભ્ય દેશોની સાથે એક ઓનલાઇન સંમેલનમાં સામે આવી છે. આ સંમેલન ચીન અને આસિયાન વચ્ચે સંબંધોની 30મી વર્ષગાંઠ મનાવવાના ઉપલક્ષ્યમાં આયોજીત કરવામાં આવ્યું હતું. 


પાડોશીઓ સાથે મૈત્રીપૂર્ણ સંબંધોની ઈચ્છા
ચીનની સત્તાવાર સમાચાર એજન્સી શિન્હુઆ પ્રમાણે શીએ કહ્યુ- ચીન પ્રભુત્વવાદ અને સત્તાની રાજનીતિનો દ્રઢતાથી વિરોધ કરે છે. તે પોતાના પાડોશીઓ સાથે મૈત્રીપૂર્ણ સંબંધ બનાવી રાખવા ઈચ્છે છે. સંયુક્ત રૂપથી આ ક્ષેત્રમાં સ્થાયી શાંતિ બનાવી રાખવા ઈચ્છે છે અને ચોક્કસપણે વર્ચસ્વ નહીં જમાવે કે નાના દેશો પર દમન નહીં કરે. 


ફિલીપીને વ્યક્ત કરી નારાજગી
ચીનના કોસ્ટ ગાર્ડ જહાજોએ વિવાદિત દક્ષિણ ચીન સમુદ્ર કિનારે સૈનિકોને પુરવઠો લઈ જતી ફિલિપાઈન્સની બે બોટ પર પાણી ફેંક્યા બાદ શીની ટિપ્પણી આવી છે. ફિલીપીનના રાષ્ટ્રપતિ રોડ્રિગો દુતેર્તેએ સંમેલનમાં ભાષણ આપતા આ ઘટના પર નારાજગી વ્યક્ત કરી હતી. ત્યારબાદ શી જિનપિંગે રિએક્શન આપ્યું છે. 


આ પણ વાંચો- Pakistan ના રસ્તે ભારત અફઘાનિસ્તાન મોકલશે 50 હજાર MT ઘઉં, ઇમરાન ખાને આપી મંજૂરી  


SCS પર ચીનનો વિરોધ કરી રહ્યા છે પાડોશી દેશ
રિપોર્ટ પ્રમાણે સંમેલન દરમિયાન શી જિનપિંગે ચીનની પોતાની વધતી શક્તિ અને પ્રભાવ વિશે પાડોશી દેશોની ચિંતાઓ દૂર કરવાનો પ્રયાસ કર્યો. વિશેષ રૂપથી દક્ષિણ ચીન સાહર પર પોતાના દાવાને લઈને, જેના પર આસિયાનના સભ્ય દેશ મલેશિયા, વિયતનામ, બ્રુનેઈ અને ફિલીપીન પણ દાવો કરે છે. જિનપિંગે કહ્યુ કે, તે પોતાના પાડોશી દેશો સાથે શાંતિપૂર્વક રહેવા ઈચ્છે છે અને કોઈને દબાવવાનો પ્રયાસ કરશે નહીં. 


રિપોર્ટ પ્રમાણે આસિયાનના આ ઓનલાઇન સંમેલનમાં મ્યાનમારના કોઈ પ્રતિનિધિ સામેલ થયા નથી. હકીકતમાં મ્યાનમારની સૈનિક સરકારે આસિયાનના દૂતની ધરપરડ કરાયેલ નેતા સા સૂ ચીન અને બીજા નેતાઓ સાથે મુલાકાત કરાવવાનો ઈનકાર કરી દીધો હતો. ત્યારબાદ આસિયાને મ્યાનમારના સૈન્ય શાસક જનરલ મિન આંગ હલિંગને આ સંમેલનમાં સામેલ થવાથી રોકી લીધા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube