China Taiwan News: અમેરિકાના હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવના સ્પીકર નેન્સી પેલોસીના તાઈવાન પ્રવાસના ગણતરીના કલાકોની અંદર ચીને પોતાના 27 સૈન્ય વિમાન તાઈવાનના એર ડિફેન્સ ઝોનમાં મોકલી દીધા. ત્યારબાદ બીજી મોટી કાર્યવાહી કરતા ચીને અમેરિકી સંસદના સ્પીકર નેન્સી પેલોસીને બ્લેક લિસ્ટેડ કરી નાખ્યા. આ કાર્યવાહી હેઠળ શી જિનપિંગે નેન્સી પેલોસી પર અનેક પ્રતિબંધો લગાવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમેરિકા પર મોટો આરોપ
અમેરિકી સંસદના સ્પીકર નેન્સી પેલોસીના તાઈવાન પ્રવાસથી ચીન અને અમેરિકા વચ્ચે તણાવ વધી ગયો છે. ચીનના મીડિયા દ્વારા અમેરિકા પર સતત પ્રહારો થઈ રહ્યા છે. આ બધા વચ્ચે ચીને સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સ દ્વારા કહ્યું છે કે તાઈવાનની આડમાં અમેરિકા તેને દબાવવાની કોશિશ કરી રહ્યું છે. અખબારમાં લખાયું કે અમેરિકાની પાસે ચીનને દબાવવાનો દમ નથી એટલે તાઈવાનનો સહારો લઈ રહ્યું છે. 


અમેરિકાનો જવાબ
બીજી બાજુ નેન્સી પેલોસીએ કહ્યું કે તેઓ લોકતંત્ર અને માનવાધિકારોની રક્ષા માટે કામ કરતા રહેશે. તાઈવાનથી દક્ષિણ કોરિયા પહોંચ્યા બાદ નેન્સી પેલોસીએ ટ્વીટ કરી જેમાં કહ્યું કે તાઈવાનની જનતા સાથે અમેરિકા ઊભું રહેશે, અમે લોકતંત્ર અને માનવાધિકારની રક્ષા માટે પ્રતિબદ્ધ છીએ. 


તાઈવાન પર વધુ કડક પ્રતિબંધ
નેન્સી પેલોસી પર કાર્યવાહી કરતા પહેલા ચીને પેલોસીના તાઈવાન પ્રવાસના વિરોધમાં તાઈવાનથી અનેક વસ્તુઓ અને ફળો સહિત અનેક ખાદ્ય પદાર્થોની આયાત પર પ્રતિબંધ લગાવી દીધો. આ નિર્ણયથી તાઈવાનની અર્થવ્યવસ્થા પર કઈક તો અસર પડી શકે છે. 


વૈશ્વિક ઈકોનોમી પર સંકટ!
નેન્સી પેલોસીનો તાઈવાન પ્રવાસ આખરે કેમ ચર્ચામં છે અને એવી કઈ આશંકાઓ પેદા થઈ છે જેનાથી ચીન અને અમેરિકા વચ્ચે તણાવ વધતો જોવા મળી રહ્યો છે. જેનાથી વૈશ્વિક અર્થવ્યવસ્થા પર ખરાબ અસર પડવાની પણ આશંકાઓ જતાવવામાં આવી રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube