આ દેશમાં ગુપ્ત સૈન્ય બેઝ બનાવી રહ્યું છે ચીન, ભારતની વધી શકે છે ચિંતા
ચીનની સૈન્ય હાજરી કંબોડિયાના રીમ નેવલ બેઝના ઉત્તરી ભાગમાં થાઈેલન્ડની ખાડી પર હશે. પૂર્વી આફ્રિકી દેશ જિબૂતીમાં નૌસૈનિક બેઝ બનાવ્યા બાદ આ ચીનનો એકમાત્ર અન્ય વિદેશી સૈન્ય બેઝ છે.
બેઇજિંગઃ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં પોતાની પકડ મજબૂત કરવા માટે ચીન એક દેશમાં ગુપ્ત સૈન્ય બેઝ બનાવી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી અમેરિકા, ઓસ્ટ્રેલિયા, જાપાન અને ભારત (ક્વાડ સભ્ય) સહિત ઘણા દેશ ખુલ્લા ઈન્ડો-પેસિફિકની વકાલત કરતાં આવી રહ્યાં છે પરંતુ ચીન તમામ ચેતવણીને નજરઅંદાજ કરવા પોતાની રણનીતિક પકડ બનાવવાના પ્રયાસમાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ચીન દક્ષિણ પૂર્વી એશિયન દેશ કંબોડિયામાં પોતાની નૌસેના માટે છુપી રીતે સૈન્ય બેઝ બનાવી રહ્યું છે, જે આ પ્રકારનું બીજુ વિદેશી સૈન્ય બેઝ છે અને રણનીતિક રૂપથી મહત્વપૂર્ણ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં તેનું પ્રથમ નેવલ બેઝ હશે. ધ વોશિંગટન પોસ્ટે જણાવ્યું કે ચીનની સૈન્ય ઉપસ્થિતિકંબોડિયાના રીમ નેવલ બેઝના ઉત્તરી ભાગમાં થાઈલેન્ડની ખાડી પર હશે. પૂર્વી આફ્રિકી દેશ જિબૂતીમાં સૈન્ય બેઝ બનાવ્યા બાદ આ ચીનનું એકમાત્ર અન્ય વિદેશી સૈન્ય બેઝ છે.
આ પણ વાંચોઃ ગુપ્તા બ્રધર્સની UAE માં થઈ ધરપકડ, ઈન્ટરપોલે બહાર પાડી હતી નોટિસ
રિપોર્ટ અનુસાર આ પ્રકારનો બેઝ થિએટરમાં સૈન્ય દળોની તૈનાતી અને અમેરિકાની સેનાની ગુપ્ત સર્વેલાન્સને સક્ષમ બનાવી શકે છે. તેમાં આગળ કહેવામાં આવ્યું કે નવો નૌસૈનિક બેઝ એક સાચી વૈશ્વિક શક્તિ બનવાની પોતાની આકાંક્ષાઓના સમર્થનમાં દુનિયાભરમાં સૈન્ય સુવિધાઓનું એક નેટવર્ક બનાવવાની બેઇજિંગની રણનીતિનો ભાગ છે. અમેરિકી અધિકારીઓ અને વિશ્લેષકો અનુસાર મોટા નૌસૈનિક જહાજોની યજમાની કરવામાં સક્ષમ સુવિધા હોવી આ ક્ષેત્રમાં પોતાના પ્રભાવનો વિસ્તાર કરવાની ચીનની મહત્વકાંક્ષાનો એક મહત્વપૂર્ણ ભાગ હશે.
ભારત માટે પણ વધશે ખતરો
કંબોડિયામાં આ ચીની નૌસેના બેઝ ભારતના અંડમાન નિકોબાર દ્વીપ સમૂહથી માત્ર 1200 કિમીના અંતર પર સ્થિત છે. ચીનના યુદ્ધ જહાજ મલક્કા સ્ટ્રેટના રસ્તે સરળતાથી બંગાળની ખાડીમાં આવી શકશે. આ નેવલ બેઝની મદદથી ચીન અમેરિકા અને ભારત બંનેનું ગુપ્ત સર્વેલાન્સ સરળતાથી કરી શકે છે.
વિશ્વના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube