Chinese Super Cows : ગુજરાત એ શ્વેત ક્રાંતિમાં અવ્વલ નંબરનું રાજ્ય છે પણ ચીને એક ધડાકો કર્યો છે. ચીન ક્યારે શું કરે એનો કોઈ ભરોસો નથી. થોડા દિવસો પહેલાં એવો જાદુ કર્યો છે કે, ખરેખર ચીનને સફળતા મળી તો ભારતનો દબદબો ખતમ કરી નાખશે. ચીને ગાયોના ક્લોન તૈયાર કર્યા છે. જે વર્ષે 1000 ટન દૂધ આપશે. યુલિન શહેરના એક અધિકારીએ જણાવ્યું હતું કે ક્લોન કરાયેલા વાછરડાઓ પૈકી પહેલા વાછરડાનો જન્મ ૩૦ ડિસેમ્બરે સિઝેરિયન સેક્શનથી થયો હતો. આ વાછરડું ૫૬ ૭ કિલોગ્રામ વજન ધરાવતું હતું. વિજ્ઞાનીઓએ વધારે દૂધ આપતી ગાયના કાનની કોશિકામાથી ૧૨૦ ક્લોન ભ્રણ તૈયાર કર્યા હતા અને તેમને સરોગેટ ગાયના ગર્ભમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયા હતા. ચીનના સરકારી મીડિયાએ સુપર ગાયોના ક્લોનિંગને મોટી સિદ્ધિ ગણાવી છે. ચીને દાવો કર્યો છે કે તેના વિજ્ઞાનીઓએ સુપર કાઉનું સફળતાપૂર્વક ક્લોનિંગ કરીને ૩ વાછરડાને જન્મ આપવામાં સફળતા પ્રાપ્ત કરી છે. સુપર કાઉ સામાન્ય ગાયોની તુલનામાં વધારે પ્રમાણમાં દૂધ આપી શકે છે. ચીની મીડિયાના રિપોર્ટ્સમાં દાવો કરાયો છે કે આ સુપર ગાયોની મદદથી ચીન દૂધ ઉત્પાદનના ક્ષેત્રે દુનિયાનો અગ્રણી દેશ બની જશે. મીડિયામાં દાવો કરાયો હતો કે સુપર ગાયોના સફળ ક્લોનિંગ બાદ ચીનના ડેરી ઉદ્યોગને ઉન્નત પ્રજાતિની ગાયોને વિદેશથી આયાત કરવાની જરૂર નહી રહે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ જ સ્થિતિ રહી તો ભારત માટે આ ખતરાની નિશાની છે કારણ કે હાલમાં ભારત એ દૂધના ઉત્પાદન અને દૂધ સંલગ્ન પ્રોડક્ટની નિકાસમાં મોખરાનું સ્થાન ધરાવે છે. આ પ્રોજેક્ટના ચીફ સાઇન્ટિસ્ટ જિન યાપિગે જણાવ્યું હતું કે ચીનમાં ૧૦ હજાર પૈકી માત્ર પાચ ગાય જ પોતાના સમગ્ર જીવનકાળમાં ૧૦૦ ટન દૂધનું ઉત્પાદન કરી શકે છે. ચીનની ૭૦ ટકા દુધ આપનારી ગાયોને વિદેશથી આયાત કરાય છે. કાઉના ૩ વાછરડાનું સફળ ક્લોનિંગ હોલ્ટીન ફેજિયન પ્રજાતિની ગાયોમાંથી ક્લોન કરાયા છે. જેને પગલે દૂધના ઉત્પાદનમાં સીધો તફાવત જોવા મળ્યો છે. 


આ પણ વાંચો : 


World Cancer Day: નાનકડા કેન્સર દર્દી કલ્પ માટે આરોગ્ય મંત્રીએ કલ્પી ન શકાય તેવુ કામ કર્યું


ઘરમાં આ 8 જગ્યાએ કંકુ રાખવાથી પતિ સાથેના બધા ઝઘડા પતી જશે


જિન યાપિંગે ગ્લોબલ ટાઈમ્સને જણાવ્યું છે કે, ચીનમાં 10,000 ગાયોમાંથી ફક્ત 5 જ પોતાના જીવનકાળમાં 100 ટન દૂધ આપી શકે છે. જેનાથી તે પ્રજનન માટે એક મૂલ્યવાન સંસાધન બની જાય છે. પણ અમુક અત્યાધુનિક દૂધ ઉત્પાદન ગાયોની ઓળખાણ તેમના જીવનના અંત સુધી થઈ શકતી નથી. જેનાથી તેમને પાળવી મુશ્કેલ થઈ જાય છે.  સુપર કાઉ સામાન્ય ગાય કરતા ખૂબ જ વધારે દૂધ આપે છે. સુપર ગાયના કારણે ચીનમાં દૂધ ઉત્પાદનમાં દુનિયાનો અગ્રણી દેશ બની શકશે. જે સામાન્ય રીતે ઉચ્ચ માત્રામાં દૂધ ઉત્પાદન કરી શકે છે. ચીનની સ્ટેટ મીડિયાએ વૈજ્ઞાનિકોની આ ઉપલબ્ધિને દેશને ડેરી ઉદ્યોગ માટે ક્રાંતિકારી ગણાવી છે.


નોર્થવેસ્ટ યૂનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચરલ એન્ડ ફોરેસ્ટ્રી સાયન્સ એન્ડ ટેકનોલોજીના વૈજ્ઞાનિકોએ સુપર કાઉના 3 વાછરડાની સફળ ક્લોનિંગ 23 જાન્યુઆરીએ લૂનર ન્યૂ ઈયરના પ્રથમ અઠવાડીયામાં કર્યું છે. આ નસલની એક ગાય પ્રતિ વર્ષ 18 ટન દૂધ અને પોતાના જીવનકાળમાં 100 ટન દૂધ આપે છે. અમેરિકી કૃષિ વિભાગના જણાવ્યા અનુસર, આ આંકડા યૂએસએમાં 2021માં એક ગાયમાંથી દરરોજ સરેરાશ દૂધની માત્રા લગભગ 1.7 ગણી છે. નિંગ્ઝિયાના વુલિન શહેરના એક અધિકારીએ રાજ્ય દ્વારા સંચાલિત ટેકનોલોજી ડેલીને જણાવ્યું છે કે, ક્લોન કરવામાં આવેલા વાછરડાથી પહેલા 30 ડિસેમ્બરે સિજેરિયન સેક્શનથી પૈદા થયા હતા, જે 56.7 કિલોગ્રામના મોટા આકારના હતા. વૈજ્ઞાનિકોએ અત્યાધુનિક દૂધ ઉત્પાદક ગાયના કાનની કોશિકાઓથી 120 ક્લોન ભ્રૂણ બનાવ્યા અને તેમને સરોગેટ ગાયના ગર્ભમાં રાખ્યા હતા. એમાંથી 3 વાછરડા પેદા કર્યા છે. જે દૂધના ઉત્પાદનમાં નવો ઇતિહાસ રચશે. ગ્લોબલ ટાઈમ્સ અનુસાર, ચીનની 70 ટકા દૂધારુ ગાયને વિદેશોમાંથી આયાત કરવામાં આવે છે. ચીનને સફળતા મળી તો ભારત માટે આ નુક્સાનકારક રહેશે.


આ પણ વાંચો : માર્કેટમાંથી તૈયાર ખરીદવા કરતા આ રીતે ઘરે બનાવો પ્રોટીન પાવડર