બેઇજિંગઃ ચીનમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 11,773 નવા કેસ સામે આવ્યા છે. તેમાંથી 10351 એવા કેસ સામેલ છે જેમાં કોઈ લક્ષણ નથી. આ જાણકારી ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગે આપી છે. ચીનમાં પાછલા સપ્તાહે કોવિડ-19 કેસમાં વધારો 'ઝીરો કોવિડ' રણનીતિ માટે પડકાર ઉભો કરી રહ્યો છે, જે હેઠળ દરેક સંક્રમિત વ્યક્તિને ક્વોરન્ટાઈનમાં રાખવાનો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચીનમાં શુક્રવારે જાહેર નિયંત્રણ ઉપાયોગમાં ફેરફાર હેઠળ દેશમાં આવનાર વ્યક્તિઓનો ક્વોરેન્ટાઈનનો સમયગાળો સાત દિવસથી ઘટાડી પાંચ દિવસ કરવામાં આવ્યો છે. આ પગલાનો ઉદ્દેશ્ય એવા વ્યક્તિઓના ખર્ચ અને તેના દ્વારા રજૂ થતી મુશ્કેલીને દૂર કરવાનો છે. પરંતુ કમ્યુનિસ્ટ પાર્ટીએ કહ્યું કે ઝીરો કોવિડ નીતિ યથાવત રહેશે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube