પેઇચિંગઃ ચીનમાં ફેલાયેલા કોરોના વાયરસના મામલા હવે બીજા દેશોમાં પણ વધી રહ્યાં છે. હાલના આંકડા પ્રમાણે અત્યાર સુધી 426 લોકોના મોત થઈ ગયા છે અને તે ઝડપથી વિશ્વભરમાં ફેલાઇ રહ્યો છે. માત્ર ચીનમાં જ અત્યાર સુધી  20400થી વધુ મામલા સામે આવી ચુક્યા છે. ચીનમાં કોરોનાના કેન્દ્ર વુહાનની બહાર લગભગ બે ડઝન જગ્યા પર 150થી વધુ લોકોમાં તેનો ચેપ લાગી ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફિલિપીન્સ અને હોંગકોંગમાં બે લોકોના મોત થઈ ચુક્યા છે. વાયરસ પીડિત લોકોની દેશવાર સંખ્યા આ પ્રકારે છેઃ ચીન- ચીનમાં અત્યાર સુધી કોરોના વાયરસના 20,400 મામલા સામે આવી ચુક્યા છે. તેમાં મોટા ભાગના વુહાન શહેરમાંથી સામે આવ્યા છે. 425થી વધુ લોકોના ચીનમાં મોત થયા છે. એશિયા-પ્રશાંત ક્ષેત્રમાં આવનારા દેશોમાં કોરોના વાયરસથી ચેપગ્રસ્ત લોકોની સંથ્યા આ પ્રકારે છેઃ સિંગાપુર- 24, જાપાન-20, થાઈલેન્ડ-19, હોંગકોંગ-17, એક વ્યક્તિના મોત સહિત દક્ષિણ કોરિયા- 16, ઓસ્ટ્રેલિયા - 12, મલેશિયા -10, તાઇવાન 0 10, વિયતનામ - 10, મકાઉ- 9, ભારત- 3, પાકિસ્તાન- 1, ફિલિપીન્સ- 2, એક વ્યક્તિના મોત સહિત નેપાળ, શ્રીલંકા અને કંબોડિયા- 1-1. 


coronavirus: અમદાવાદમાં કોરોના વાયરસનો પ્રથમ શંકાસ્પદ કેસ આવ્યો સામે 


ઉત્તરી અમેરિકામાં પણ વાયરસના મામલા સામે આવ્યા છે. પ્રભાવિત દેશોમાં અમેરિકા- 11, કેનેડા- 4. કોરોના વાયરસે યૂરોપીય દેશોને પણ પોતાની ઝપેટમાં લીધા છે, જેના આંકડા આ પ્રકારે છેઃ જર્મની - 12, ફ્રાન્સ- 6, બ્રિટન- 2, ઇટાલી-2, રૂસ- 2, ફિનલેન્ડ, સ્પેન, સ્વીડન- 1-1 તો પશ્ચિમ એશિયામાં માત્ર સંયુક્ત અરબ અમીરાતમાં 5 મામલા સામે આવ્યા છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...