બીજિંગ : ચીનમાં પહેલા કરતા ભારે દબાણમાં રહી રહેલા મુસ્લિમોની મુશ્કેલી રમઝાનનાં પવિત્ર મહિનામાં વધી ચુકી છે. ચીનનાં અધિકારી લઘુમતી મુસ્લિમ ઉઇગર સમુદાયનાં લોકો રોજા રાખવા પર પ્રતિબંધ લગાવી રહ્યા છે. વોશિંગ્ટન પોસ્ટનાં રિપોર્ટ અનુસાર મુસલમાનોને સુર્યાસ્ત પહેલા ખાવા અને પીવા માટે મજબુર કરવામાં આવે છે. જે રમઝાનમાં ઇસ્લામિક નિયમોની વિરુદ્ધ છે. તેની વિરુદ્ધ અવાજ ઉઠાવનારા કાર્યકર્તાઓનું કહેવું છે કે જો તેઓ એવું નથી કરતા તો તેમને દંડિત કરવામાં આવવાનો ખતરો યથાવત્ત રહે છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કઇ રીતે કરે છે પરેશાન
મ્યુનિખ ખાતે વિશ્વ ઉઇગર કોંગ્રેસનાં અધ્યક્ષ ડોલ્કુન ઇશાએ કહ્યું કે, તે પરેશાન કરવાવાળો અને અમારી ગૌરવશાળી પરંપરાનું અપમાન છે. તેમણે જણાવ્યું કે, કેવી રીતે પશ્ચિમી ચીન ક્ષેત્ર શિનજિયાંગમાં મુસલમાનો દ્વારા સંચાલિત રેસ્ટોરન્ટને આખો દિવસ ખોલવા માટે મજબુર કરવામાં આવે છે અને ઉઇગર કામદારોને સરકાર દ્વારા સંચાલિત કાર્યસ્થળો પર લંચ બ્રેક દરમિયાન ભોજન અને પીવા માટે પરેશાન કરવામાં આવે છે. 

સાઉદી શા માટે છે ચુપ ?
ઇસાએ કહ્યું કે, કોઇ મનાઇ કઇ રીતે કરી શકે છે. આટલું બધુ થયા બાદ પણ મુસ્લિમ બહુમતી દેશ લગભગ સંપુર્ણ રીતે ચુપકીદી સાધીને બેઠા છે. પશ્ચિમી દેશો અને અધિકાર સમુહો દ્વારા ટીકા કરવામાં આવ્યા બાદ પણ આવી શાંતિ છે તો સ્પષ્ટ છે કે આ તેમની નીતિ છે જેના કારણે તેઓ ચીનને નારાજ નથી કરવા માંગતા. ચીનના મુદ્દે મુસ્લિમ જગતમાં મોટા ભાગનાં નેરેટિવ સઉદી અરબ દ્વારા સેટ કરવામાં આવે છે, જેનો આર્થિક અને ધાર્મિક દબદબો છે.