China Lockdown: ચીનમાં કોરોનાના કેસ ઓછા થવાનું નામ લેતા નથી. ગુરુવારે સામે આવેલા અધિકૃત આંકડાથી ખુલાસો થયો છે કે ચીનમાં મહામારી શરૂ થયા બાદથી કોરોનાના કેસમાં રેકોર્ડ ઉછાળો આવ્યો છે. ન્યૂઝ એજન્સી એએફપીના જણાવ્યાં મુજબ કોરોનાના પ્રસારને રોકવા માટે ચીનમાં લોકડાઉન મોટા સ્તર પર ટેસ્ટિંગ અને મુસાફરી સંબંધિત પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. નેશનલ હેલ્થ બ્યૂરોએ કહ્યું છે કે ચીનમાં બુધવારે 31,454 નવા કેસ સામે આવ્યા હતા. જેમાંથી 27,517 માં કોઈ લક્ષણો જોવા મળ્યા નહતા. જો ચીનની 1.4 બિલિયનની વસ્તી જોઈએ તો આ આંકડો ખુબ જ ઓછો લાગે છે. પરંતુ ચીનમાં તેનાથી ખળભળાટ મચી ગયો છે. ચીનમાં ચાલુ વર્ષે એપ્રિલમાં 29,390 નવા કેસ સામે આવ્યા હતા. પરંતુ બુધવારના આ આંકડાએ તેને પણ પાર કરી દીધો. એપ્રિલમાં ચીનના મેગાસિટી શાંઘાઈમાં લોકડાઉન લાગ્યું હતું અને લોકો માટે મેડિકલ કેર અને ભોજનની સમસ્યા ઊભી થઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચીનની ઝીરો કોવિડ પોલીસી હેઠળ જો મામૂલી કોરોના કેસ પણ મળે તો સમગ્ર શહેરમાં તાળાબંધી કરી દેવાય છે અને કોવિડ પીડિતો અને તેમના સંપર્કમાં આવનારા લોકોને કડક ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવે છે. ચીનમાં કોરોનાને 3 વર્ષ પૂરા થનાર છે. ઝીરો કોવિડ નીતિના કારણે લોકોમાં આક્રોશ છે. લોકો તે મુદ્દે રસ્તાઓ પર વિરોધ પ્રદર્શન પણ કરી ચૂક્યા છે. ચીન દુનિયાની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. કોરોનાના કારણે તેની પ્રોડક્ટિવિટી ઉપર પણ ખુબ અસર થઈ છે. 


આ વીડિયો પણ ખાસ જુઓ...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube