નવી દિલ્હી: કોરોના વાયરસને લઇને દેશભરમાં હંગામો મચ્યો છે. ત્યારે આ મુશ્કેલ પરિસ્થિતિમાં ચીને ભારત સરકારને આજે 1 કરોડ 70 લાખ PPE (વ્યક્તિગત રક્ષણ સાધનો) દાન કર્યા છે. ભારત સરકારે આ જાણકારી આપી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે, કુલ 1.90 લાખ કવરનું હોસ્પિટલોમાં વિતરણ કરવામાં આવશે. ભારતમાં પ્રથમ 3 લાખ 87 હજાર 473 પી.પી.ઇ. હતા. ભારતમાં કુલ 2 કરોડ 94 લાખ પી.પી.ઇ.ની વ્યવસ્થા કરવામાં આવી છે.


આ ઉપરાંત ભારતમાં ઘરેલૂ વ્યવસ્થામાં 2 લાખ N95 માસ્ક હોસ્પિટલોમાં મોકલવામાં આવ્યા છે. આ પહેલા સરકાર 20 લાખથી વધારે N95 માસ્ક હોસ્પિટલને આપી ચુકી છે.


હાલમાં 16 લાખ N95 માસ્ક સરકારની પાસે છે. 80 લાખ PPEનો ઓર્ડર સિંગાપુરની કંપનીને આપ્યો છે. જે 11 એપ્રિલથી આવવાનું શરૂ થઈ જશે.


તમને જણાવી દઇએ કે, દેશભરમાં કોરોના વાયરસ (Coronavirus)નો કહેર ફેલાયો છે. ત્યારે દેશમાં દર્દીઓની સંખ્યા વધીને 4067 થઇ ગઇ છે. જેમાં 1445 લોકો તબલીગી જમાત સાથે જોડાયેલા છે. કોરોનાના 693 નવા કેસ પોઝિટીવ આવ્યા છે.


આ મહામારીના કારણે અત્યાર સુધીમાં 109 લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે આ જાણકારી આપી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube