નવી દિલ્હી: ખૈબર પખ્તૂનખ્વા (Khyber Pakhtunkhwa) માં એક બસમાં થયેલા બ્લાસ્ટ બાદ પાકિસ્તાન (Pakistan) બેકફૂટ પર આવી ગયું છે. ચીને ઘણા પાકિસ્તાનીઓને દસૂ પ્રોજેક્ટમાંથી તગેડી પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. 14 જુલાઇના રોજ સવારે થયેલા ખૈબર પખ્તૂનખ્વા (Khyber Pakhtunkhwa) માં ચીન (China) ના નાગરિકોથી સવાર બસ પર આતંકી હુમલો થયો હતો. જેમાં 9 ચીની નાગરિકના અને 2 જવાનો સાથે કુલ 13 લોકોના મોત થયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાન (Pakistan) થી નારાજ ચીને દસૂ હાઇડ્રોપાવર પ્રોજેક્ટનું કામ રોકવાનો નિર્ણય કર્યો છે. દાસૂ પ્રોજેક્ટ પર કામ કરી રહેલી ચીની કંપની CGGC એ નિવેદન જાહેર કર્યું છે. ચીને કહ્યું કે અમે સુરક્ષાના કારણોથી પ્રોજેક્ટ સાઇટ પર કામ બંધ કરી દીધું છે.


ખબર છે કેળું કેમ સીધું હોતું નથી? આ રહ્યું કારણ, જાણીને થશે આશ્વર્ય 


પાકિસ્તાની મીડિયાએ આપી જાણકારી
પાકિસ્તાની મીડિયાના અનુસાર કંપનીના કેટલાક જરૂરી પાકિસ્તાની કર્મચારીને છોડીને બાકી તમામને નોકરીમાંથી કાઢવામાં આવ્યા છે. કંપની કર્મચારીઓને 14 દિવસના પગાર સાથે ગ્રેજ્યુટી અને તમામ પ્રકારની ચૂકવણી સાથે કરશે.


જોકે શરૂઆતમાં પાકિસ્તાન (Pakistan) તેને અકસ્માત ગણાવી રહ્યું હતું, પરંતુ હવે પાકિસ્તાની સૂચના મંત્રીએ પણ તેને આતંકવાદી એંગલ હોવાની સંભવાના વ્યક્ત કરી છે. ઇમરાન ખન હવે તપાસનું આશ્વાસન આપીને ચીનને મનાવવાનો પ્રયત્ન કરવા લાગ્યા છે. પરંતુ ચીનના આ કડ્ક પગલાં બાદ મુદ્દો જલદી શાંત પડશે નહી. 

TOOFAAN LEAKED: ફરહાન અખ્તરની ફિલ્મ 'તૂફાન' રિલીઝ થયાના કલાકોમાં જ થઈ લીક


પાકિસ્તાનમાં બની રહેલા ચીન-પાકિસ્તાન ઇકોનિક કોરિડોર
ચીન (China) ના મહત્વાકાંક્ષી બીઆરઆઇ એટલે કે બેલ્ડ એન્ડ રોડ ઇનિસેયેટિવ હેઠળ ચીની સરકાર પાકિસ્તાનમાં ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (સીપીઇસી) બનેલો રહ્યો છે. આ કોરિડોર દ્વારા પાકિસ્તાન (Pakistan) ની ગ્વાદર પોર્ટને ખૈબર પખ્તૂનખ્વા  પ્રાંતથી ગિલગિટ-બાલટિસ્તાનના દ્વારા ચીનના શિનજિયાંગ પ્રાંતને રોડ અને રેલ દ્વારા જોડવાનો પ્લાન છે. તેના માટે ચીન પાકિસ્તનામાં 60 બિલિયન ડોલરનું રોકાણ કરી રહ્યું છે. પરંતુ બલૂચ લડાકૂ અને કેટલાક કટ્ટરપંથી સંગઠન તેનો વિરોધ કરી રહ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube