સરકારી અને સન્માનિત પદો પર બેઠેલા લોકોને તમે અનેકવાર લાંચના કેસમાં સંડોવાયેલા જોયા હશે અને તેમના વિશે સાંભળ્યું હશે. પરંતુ ચીનની મહિલા અધિકારીએ તો હદ કરી નાખી. આ મહિલા અધિકારી પર અત્યંત ગંભીર આરોપ છે જેને સાંભળીને તમે છક થઈ જશો. 52 વર્ષની આ મહિલા એક સમયે  પોતાની સુંદરતાને લઈને ચર્ચામાં હતી પરંતુ હવે તેણે પદ પર રહેતા શારીરિક સંબંધ બનાવવા અને લાંચ લેવાના કારણે ચર્ચામાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પૂર્વ મહિલા અધિકારીનું નામ ઝોંગ યાંગ છે. ઝોંગ યાંગ પર આરોપ છે કે તેના અંડરમાં કામ કરતા લોકો અને કર્મચારીઓ સાથે પ્રેમ સંબંધ અને શારીરિક સંબંધ બનાવ્યા. ગત વર્ષે એપ્રિલમાં આરોપ લાગ્યા બાદ તેને પદ અને પાર્ટીથી બરતરફ કરાઈ હતી અને કેસ દાખલ થયો હતો. હવે આ મહિલા અંગે જે જાણકારી સામે આવી છે તે ખરેખર ચોંકાવનારી છે. 


શારીરિક સંબંધો બાંધતી, કરોડો રૂપિયા લાંચ લેતી
ઝોંગ યાંગ અંગે હાલમાં જ આવેલા રિપોર્ટ્સમાં કહેવાયું છે કે તેણે 58 પુરુષો સાથે શારીરિક સંબંધ, દુર્વ્યવ્હાર કર્યો અને લગભઘ 60 મિલિયન યુઆન (7,10,599,312.20 INR, 71 કરોડ ) સુધીની લાંચ લીધી. આ આરોપ સાબિત થતા તેને 13 વર્ષની જેલની સજા થઈ અને એક કરોડ રૂપિયાનો દંડ પણ થયો. 


બેગમાં હંમેશા સાથે રાખતી કોન્ડોમ
SCMP મુજબ એવું કહેવાય છે કે ઝોંગના 58 પ્રેમી હતા અને અવારનવાર તે નાઈટ ક્લબોમાં જોવા મળતી હતી. એટલું જ નહીં એવું પણ કહેવાયુ છે કે તેની હેન્ડબેગમાં હંમેશા કોન્ડોમ રહેતું હતું. ગત વર્ષ  એપ્રિલમાં ગુઈઝોઉ સરકારે તેના કામોની તપાસ શરૂ કરી હતી. ત્યારબાદ તેને ભ્રષ્ટાચાર માટે સજા સંભળાવવામાં આવી. 


જાંગ ગુઈઝોઉ પ્રાંતમાં કિયાનાન બુએઈ અને મિયાઓ સ્વાયત્ત પ્રાંતની ગવર્નર અને ઉપ સચિવની જવાબદારી નિભાવી રહી હતી. યાંગ 22 વર્ષની ઉંમરે ચીની કમ્યુનિસ્ટ પાર્ટીમાં સામેલ થઈ હતી અને રાજકારણમાં એક્ટિવ હતી. બાદમાં યાંગ નેશનલ પીપલ્સ કોંગ્રેસ (એનપીસી)માં અનેક મહત્વના પદો પર તૈનાત હતી. ગત વર્ષે જ તેને ગવર્નરના પદેથી હટાવવામાં આવી હતી.