પત્નીને બીજા પુરુષ સાથે હોટલમાં સૂતી પકડી, રૂમમાંથી રંગે હાથે ઝડપાઈ પણ પતિ ગયો જેલ
પતિએ પત્નીને હોટલના રૂમમાં અન્ય પુરુષ સાથે રંગરેલિયા મનાવતાં રંગેહાથ પકડી. આ પછી કંઈક એવું થયું કે પતિને જ છ મહિના માટે જેલમાં જવું પડ્યું. પતિના જેલમાં જવાનું કારણ પણ ઘણું ચોંકાવનારું છે. આ મામલો ચીનના શેનડોંગ શહેરનો છે.
શેનડોંગઃ ચીનમાં એક વ્યક્તિએ પોતાની પત્નીને બીજા પુરુષ સાથે સૂતી પકડી હતી. જોકે, પતિને છ મહિના માટે જેલમાં જવું પડ્યું. સૌ પ્રથમ તો તમે જાણી લો પત્ની પણ દગાખોર હતી. એ એની પીઠ પાછળ લફરાં કરવા લાગી હતી. આ અંગેનો વહેમ પડતાં પતિએ એની પિછો શરૂ કર્યો હતો. જેમાં તે હોટલના રૂમમાં અન્ય પુરૂષ સાથે પકડાઈ ગઈ હતી. પછી એવું શું થયું કે તેના બદલે પતિને જેલમાં જવું પડ્યું. તેનું કારણ પણ ઘણું ચોંકાવનારું છે.
આ કેસમાં ઉલટી ગંગાની જેમ પત્ની સાથે હોટલની રૂમમાં પકડાયેલા વ્યક્તિએ તેના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પતિએ રંગરેલિયા દરમિયાન પકડાયેલા યુવક પાસે પૈસાની માગણી કરી હતી. જેથી યુવકે આ મામલે ફરિયાદ કરી હતી. જે કેસમાં પતિને આરોપી માનીને તેને 6 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી હતી. આ સિવાય કોર્ટે જે કારણ આપ્યું છે તે પણ ચોંકાવનારું છે.
પૂર્વી ચીનના શેનડોંગમાં એક 33 વર્ષીય વ્યક્તિએ જોયું કે તેની પત્નીએ તેમની પુત્રીને લઈને જે શિક્ષક પાસે જાય છે એ પછી રિટર્ન આવવામાં તે વધારે સમય લઈ રહી છે. એથી શંકાને આધારે પતિએ એકવાર પત્નીનો પીછો કર્યો હતો. તેણે જોયું કે તેની પત્ની એક હોટલમાં પહોંચી ગઈ હતી. ત્યારબાદ તેને તેની પત્ની પર શંકા વધારે પ્રબળ બની હતી.
પત્નીના પ્રેમી પાસેથી વળતર માગ્યું
પત્ની હોટલના એક રૂમમાં ગઈ. થોડા સમય પછી જ્યારે તે પણ રૂમમાં પ્રવેશ્યો, ત્યારે તેણે તેની પત્નીને અન્ય પુરુષ સાથે પલંગ પર જોઈ હતી. આ પછી તેણે તેની પત્ની અને પકડાનાર વ્યક્તિ સાથે મારપીટ કરી હતી. આ પછી તેણે તે વ્યક્તિ પાસેથી તેની પત્ની સાથે સૂવાના વળતર તરીકે 25 હજાર યુઆન લીધા હતા.
જબરન વસૂલીનો આરોપ મૂકાયો
તેણે ત્રણ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન દ્વારા આ પૈસા લીધા હતા. આ પછી પત્ની સાથે હોટલના રૂમમાં પકડાયેલા વ્યક્તિએ પતિ વિરુદ્ધ જબરન વસૂલીનો આરોપ લગાવી ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં કોર્ટે પુરુષને તેની પત્નીના પ્રેમીને બ્લેકમેઈલ કરવા અને આર્થિક વળતર ચૂકવવા દબાણ કરવા બદલ છ મહિનાની જેલની સજા ફટકારી છે. વ્યક્તિએ જણાવ્યું કે તેની પત્નીએ તેના પ્રેમી સાથે મળીને તેની વિરુદ્ધ કાવતરું ઘડ્યું હતું.